ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસતિ ધરાવતા ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં કોરોનાના નવા કેસોનો રેકોર્ડ નોંધાયો છે. રાજયમાં ગુરુવારે કોરોનાના નવા 1,742 કેસ નોંધાયા હત, જે મહામારીના પ્રારંભ પછીથી સૌથી મોટો દૈનિક આંકડો છે. રાજ્યમાં હોસ્પિટલાઇઝેશનમાં પણ વધારો થયો છે. ગુરુવારે રાજ્યની હોસ્પિટલ્સમાં કોરોનાના 192 દર્દી હતા, જે અગાઉના દિવસે 166 હતા. આમાંથી 26 આઇસીયુમાં હતા. રાજ્યમાં અગાઉ 11 સપ્ટેમ્બરે દૈનિક 1,599 કેસનો રેકોર્ડ નોંધાયો હતો. રાજ્યના આરોગ્ય પ્રધાન બ્રાડ હેઝાર્ડે જણાવ્યું હતું કે દરેક બેથી ત્રણ દિવસમાં કેસો બમણા થઈ રહ્યાં છે. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના અંદાજ મુજબ જાન્યુઆરીના અંત સુધીમાં દૈનિક 25,000 સુધી કેસ નોંધાઈ શકે છે.