Carbon dioxide emissions were at record levels in 2022

મૂળ ઉત્તર પ્રદેશના લખનૌમાં જન્મ લેનાર અને હાલ ઓસ્ટ્રેલિયાની રહેવાસી 17 વર્ષીય છોકરીએ ઓસ્ટ્રેલિયાની સરકાર પ્રદૂષણના મુદ્દે જંગ આદર્યો છે. જળવાયુ પરિવર્તન ઉપર કામ કરતી અંજલિ શર્મા અને સાત અન્ય યુવા સાથીઓની ટીમે ફેડરલ કોર્ટમાં ઓસ્ટ્રેલિયાની સરકાર સામે જળવાયુ પરિવર્તનને કારણે બાળકોના ભવિષ્યને થનાર નુકસાન અંગે અરજી કરી હતી.

કોર્ટે અંજલિ શર્માના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. જો કે, હવે ઓસ્ટ્રેલિયાની સરકારે ફેડરલ કોર્ટના આ નિર્ણયને ઉચ્ચ કોર્ટમાં પડકાર્યો છે.અંજલિ શર્મા અને સાત સાથીઓની ટીમે ઓસ્ટ્રેલિયાની સરકાર સામે ન્યૂ સાઉથ વેલ્સમાં વિકરી કોલસા ખાણની સામે અરજી કરી હતી. એક અંદાજો લગાવવામાં આવે છે કે, કોલસાની આ ખાણને કારણે વાતાવરણમાં 170 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન થશે.ડરલ કોર્ટના જજે કહ્યું કે, ભવિષ્યના નુકસાન સામે યુવાઓની સરકાર રક્ષા કરે.

ફેડરલ કોર્ટના જજ મોર્ડી બ્રોમબર્ગે સુનાવણી કરતાં કહ્યું હતું કે, સરકારનું કર્તવ્ય છે કે, તે જળવાયુ પરિવર્તન સંબંધિત ભવિષ્યના નુકસાન સામે યુવાઓની રક્ષા કરે. જો કે, જજ દ્વારા કોલસાની ખાણ પર રોક લગાવવા માટે સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો ન હતો. જજે કહ્યું કે, કોર્ટ પાસે પ્રતિબંધ મુકવા માટેના પૂરતા પુરાવાઓ નથી. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા વધુ 3 કોલસાની ખાણને મંજૂરી આપી દેવામાં આવી છે.

અંજલિ શર્માનો જન્મ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં થયો હતો. જ્યારે તે 10 મહિનાની હતી, ત્યારે તેના માતા-પિતા ઓસ્ટ્રેલિયા આવી ગયા હતા. અંજલિ શર્મા વર્ષ 2017થી જળવાયુ પરિવર્તન મુદ્દે કામ કરી રહી છે. આ ઉપરાંત હાલમાં જ સપ્ટેમ્બર મહિનામાં તે જળવાયુ એવોર્ડ માટે નોમિનેટ પણ થઈ હતી. અંજલિએ કહ્યું કે, ભારતમાં પણ તેણે પોતાના પરિવારને જળવાયુ પરિવર્તન અને પૂરના પ્રભાવથી ઝઝૂમતા જોયેલા છે