ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે સોમવાર (21 માર્ચે) વર્ચ્યુઅલ શિખર બેઠક પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતને મૂલ્યવાન પુરાતત્વીય 29 વસ્તુઓ પરત કરી છે. વડાપ્રધાન મોદીએ સોમવારે આ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. . (ANI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે સોમવાર (21 માર્ચે) વર્ચ્યુઅલ શિખર બેઠક પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતને મૂલ્યવાન પુરાતત્વીય 29 વસ્તુઓ પરત કરી છે. વડાપ્રધાન મોદીએ સોમવારે આ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું.

કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદથી અનેક દેશોમાંથી કિંમતી ઐતિહાસિક વસ્તુઓ પરત લાવવામાં આવી રહી છે. આમાંની મોટાભાગની પૌરાણિક અને ઐતિહાસિક મહત્વની મૂર્તિઓનો સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયાએ 9મીથી 10મી સદીના વિવિધ સમયગાળાની 29 કિંમતી વસ્તુઓ પરત કરી છે.

ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવેલા અવશેષોમાં ભગવાન શિવ, વિષ્ણુ અને દેવી શક્તિની મૂર્તિઓ અને જૈન પરંપરાની મૂર્તિઓ અને આભૂષણોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું કે આ 29 પ્રાચીન વસ્તુઓમાં મુખ્યત્વે બલુઆ પથ્થર, સંગમરમર, કાંસ્ય અને પિત્તળની મૂર્તિઓ અને પેન્ટિંગનો સમાવેશ થાય છે. આ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલ છે.