/Gallo Images/Getty images)

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે માટે છેલ્લા 12 મહિના શાનદાર રહ્યા છે. વિતેલા વર્ષમાં તેની મહિલા, પુરૂષોની ટીમ તથા છેલ્લે કિશોરોની અંડર 19 ટીમે વર્લ્ડ ચેમ્પિયનના ટાઈટલ હાંસલ કરી એક સાથે ચાર આઈસીસી ટાઈટલમાં વિજેતા બનવાનો એક વિશિષ્ટ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. એક સાથે ચાર આઈસીસી ટાઈટલ વિજેતા હોય તેવી ઓસ્ટ્રેલિયા પ્રથમ ટીમ છે.

આ શાનદાર વિજયોની પરંપરા ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ફેબ્રુઆરી, 2023માં ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનીને શરૂ કરી હતી. એ પછી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જુન મહિનામાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવી પોતાની પકડ મજબૂત બનાવી હતી.

ત્યારબાદ નવેમ્બર 2023માં ભારતમાં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવી આઈસીસી ટુર્નામેન્ટના ટાઈટલની હેટટ્રિક કરી હતી અને તે પછી ગયા સપ્તાહે તેના કિશોરોએ વધુ એકવાર ભારતને જ ફાઈનલમાં હરાવી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. ક્રિકેટના ઈતિહાસમાં એક સાથે ચાર ટાઈટલ ધરાવતો ઓસ્ટ્રેલિયા પહેલો દેશ છે.

 

LEAVE A REPLY

one × 2 =