(Photo by Lintao Zhang/Getty Images)

ભારતના ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન જેવેલિન થ્રોઅર (ભાલા ફેંક) એથ્લેટ નીરજ ચોપરાને સ્વિટ્ઝર્લેન્ડના જંગફ્રાઉજોકના પ્રખ્યાત આઇસ પેલેસમાં પ્લેકનું વિશિષ્ટ સન્માન અપાયું છે. તેને સ્વિટ્ઝર્લેન્ડનો ફ્રેન્ડશિપ એમ્બેસેડર પણ બનાવાયો છે.

ચોપરાની ઉત્કૃષ્ટ સિદ્ધિઓની પ્રશંસા કરતાં સ્વિટ્ઝર્લેન્ડ ટુરિઝમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જંગફ્રાઉજોક ખાતે સ્મારક તકતીના અનાવરણ પ્રસંગે નીરજનું સ્વાગત કરાયું હતું. જંગફ્રાઉજોક યુરોપનો સૌથી ઉંચો શિખર છે.

ચોપરાએ પોતાની તકતી સાથે પોતાનો જેવેલિન પણ ડોનેટમાં કર્યો હતો અને તે તકતીની સાથે રખાયો છે. આ રીતે, તે રોજર ફેડરર અને ગોલ્ફર રોરી મેકલરોય જેવા ટોચના સ્પોર્ટ્સ સ્ટાર્સની પંગતમાં સ્થાન પામ્યો છે.

LEAVE A REPLY

5 × 3 =