પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોવિડ-19ની અસરની શોધખોળ કરતા £2.5 મિલિયનના ખર્ચે ગોલ્ડસ્મિથ્સના સોશિયલ વર્કના પ્રોફેસર ક્લાઉડિયા બર્નાર્ડ, રોયલ હોલોવેના પ્રોફેસર અન્ના ગુપ્તા અને UCLના પ્રોફેસર મોનિકા લખનપોલે કરેલા સંશોધનમાં જણાયું છે કે કોવિડ-19 લોકડાઉન દરમિયાન અશ્વેત અને વંશીય લઘુમતી સમુદાયોએ ઓછા પગાર અને અનિશ્ચિત કામમાં હોવાને કારણે, શિક્ષણ વિશેની ચિંતા અને પોલીસના અપ્રમાણસર ધ્યાનને કારણે ભારે ચિંતાનો અનુભવ કર્યો હતો.

‘ધ કન્સોર્ટિયમ ઓન પ્રેક્ટિસીસ ઓફ વેલબીઇંગ એન્ડ રેઝિલિયન્સ ઇન BAME ફેમિલી એન્ડ કોમ્યુનિટીઝ’ શીર્ષક ધરાવતા અહેવાલમાં 18 મહિનાની તપાસની વિગતો આપવામાં આવી હતી. જેમાં અપ્રમાણસર સામાજિક-આર્થિક અને મનોસામાજિક અસરનો અનુભવ કરનારા લોકો પર ધ્યાન આપવામાં આવ્યું હતું. સંશોધનમાં માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય, સુખાકારી, મનોવૈજ્ઞાનિક અને સામાજિક અસરોની તપાસ કરાઇ હતી.

સંશોધનમાં જણાયું છે કે અશ્વેત અને લઘુમતી વંશીય સમુદાયો સામાજિક નેટવર્ક્સ અને સમુદાયના સમર્થન પર વધુ આધાર રાખે છે. જે પૂર્વ-અસ્તિત્વમાં રહેલા વિશ્વાસના અભાવ અને જાતિવાદી પ્રતિભાવોના ભયને કારણે જન્મે છે.

ડેટા દર્શાવે છે કે BAME લોકો ઈંગ્લેન્ડની વસ્તીના માત્ર 3.8 ટકા છે, પણ તેમનો COVID-19 મૃત્યુનો દર 5.8 ટકા હતો. રોગની અપ્રમાણસર અસરો પૂર્વ-અસ્તિત્વમાં રહેલી વંશીય અને માળખાકીય અસમાનતાઓને કારણે વધી હતી.

અહેવાલમાં જણાયું હતું કે BAME બાળકોએ માતા-પિતાની રોજગાર અને આવક અંગે ચિંતામાં વધારો કર્યો હતો. ગીચ ઘરો, મફત સ્કૂલ મીલની ગેરહાજરી અને ઈન્ટરનેટ તથા ડીજીટલ સેવાઓની અછતને કારણે લોકડાઉન દરમિયાન શિક્ષણ ઓછુ મળતા તેમની ક્ષમતા પર નકારાત્મક અસર પડી હતી.  BAME બાળકોએ લોકડાઉન નિયમોની પોલીસિંગ, શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્યના ટેકામાં વિસંગતતાનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત BAME માતા-પિતા લોકડાઉન દરમિયાન અન્ય કામદારો માટે ઉપલબ્ધ એવી નાણાકીય સહાય મેળવવા માટે સક્ષમ બન્યા ન હતા. તો દાદા-દાદી સાથે, ખાસ કરીને ભીડવાળા ઘરોમાં સામાજિક અંતર તેમને માટે એક પડકાર બન્યો હતો.

LEAVE A REPLY

three × 1 =