પ્રતિક તસવીર : કમળાબેન પટેલ

કોન્ઝર્વેટીવ અને લેબરના 150 BAME કન્સિલર્સે લોકોને કોવિડ-19 માટેની રસી લેવા માટે હાકલ કરી સૌને પ્રોત્સાહિત કરવા ઝુંબેશ આદરી છે. તેમણે સૌએ તેમના સમુદાયોને એક ખુલ્લો પત્ર લખ્યો છે અને સોશ્યલ મીડિયા પર દસ લાખથી વધુ વખત જોવાયેલા વિડિઓઝ દ્વારા રસી લેવા પ્રોત્સાહિત કરેલ છે.

ખુલ્લા પત્ર પર સહી કરનારાઓમાં બ્રિટીશ ભારતીય, મુસ્લિમ અને શ્યામ સમુદાયો સહિત વિવિધ પૃષ્ઠભૂમિના માન્ચેસ્ટર, બર્મિંગહામ, લીડ્સ, મેડવે સહિત દેશભરના શ્યામ અને વંશીય લઘુમતી કાઉન્સિલરોનો સમાવેશ થાય છે.

લઘુમતી વંશીય સમુદાયો પર કોરોનાવાયરસની અપ્રમાણસર અસર પડી છે. આ ઉપરાંત આ સમુદાયોમાં રસી વિષે ભ્રામક માહિતી ફેલાઇ છે. આ માટે ગ્રેવેશમના કોન્ઝર્વેટીવ કાઉન્સિલર ગુરજિત કૌર બેન્સ અને બર્મિંગહામ સિટીના લેબરના કાઉન્સિલર પૌલેટ હેમિલ્ટન લોકોને રસી લેવાની વિનંતી કરવા પ્રોત્સાહિત કરવા ઝુંબેશ આદરી છે. આ અભિયાનને વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, વિપક્ષના નેતા કેર સ્ટાર્મર તેમજ વેક્સીન મિનીસ્ટર નધિમ ઝહાવીનું સમર્થન મળ્યું છે.