(istockphoto.com)

સામાન્ય રીતે દર વર્ષે કાર્ડિફમાં યોજાતા માઇનોરીટી કોમ્યુનિટી (એમઈસી) હેલ્થ ફેરનું આયોજન આ વખતે રોગચાળાને કારણે ગુરૂવારે તા. 29 ઑક્ટોબર 2020ના રોજ સવારે 10 થી 2 દરમિયાન ઝૂમ પર વર્ચ્યુઅલ રીતે થશે. તે મુખ્યત્વે કોવિડ-19 અને વેલબીઇંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વેલ્સના ફર્સ્ટ મિનીસ્ટર માર્ક ડ્રેકફોર્ડ એમ.એસ. વર્ચ્યુઅલ મેળામાં સવારે 11 કલાકે મુખ્ય પ્રવચન આપશે. લોકોને બીરેવમેન્ટ, માઇન્ડફુલનેસ ફોર યંગ પીપલ, ડાયાબિટીસ નિવારણ, મેન્ટોરીંગ, વેલ્ફેર એન્ડ ફાઇનાન્સ અને સાલસા જેવા વિષયો પર અડધા કલાકના સત્રોમાં જોડાવાની તક મળશે. હેલ્થ પ્રોફેશનલ્સ સાથે પ્રશ્નોત્તરી પણ કરી શકાશે. MEC સ્વાસ્થ્ય મેળા માટે ઇવેન્ટબ્રાઇટ પર પણ બુક કરાવી શકાય છે.

એમઈસી હેલ્થ ફેર સ્ટીઅરિંગ જૂથના અધ્યક્ષ સુજાતા થાલાડીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે કોવિડ-19 પ્રતિબંધોને લીધે, અમે રૂબરૂ મળવામાં અસમર્થ છીએ પરંતુ લોકોને ઝૂમ ઇવેન્ટમાં તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીના માર્ગો શોધવા માટે આ તક આપીએ છીએ ત્યારે અમને આનંદ થાય છે. કોવિડ-19 ની વેલ્સના BAME લોકો પર અપ્રમાણસર અસર પડી છે. ઇવેન્ટમાં લોકો ચર્ચામાં ભાગ લેવા માટે સક્ષમ હશે. કાર્ડિફ અને વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડ, CAVAMH, C3SC, CCAWS, ડાયાબિટીસ યુકે કમરી, ડાયવર્સ કમરી, ધ મેન્ટોર રીંગ અને વિમેન્સ કનેક્ટ ફર્સ્ટ ભાગ લઇ રહ્યા છે.