સિટી ઑફ લંડન પોલીસ ઑથોરિટી બોર્ડે (પીએબી) સિટી ઑફ લંડન પોલીસ સાથે કામ કરવાની દરખાસ્તો પર સંમતિ આપી છે. યોજના હેઠળ, પીએબી હોમ ઑફિસના ઉત્થાન કાર્યક્રમના ભાગ રૂપે ઓછામાં ઓછા 40% BAME અધિકારીઓની ભરતી કરવા અને અન્ય ભરતી પ્રક્રિયાઓનો ઉપયોગ જાતિના અસંતુલનને દૂર કરવા અને તમામ સુરક્ષિત લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે કરશે.

સીટી ઓફ લંડનના પોલીસ કમિશ્નરની આગામી ભરતીમાં બોર્ડ સુનિશ્ચિત કરવા માંગે છે કે ઉમેદવારોને શોર્ટલીસ્ટ કરતી વખતે ઇક્વાલીટી એક્ટ 2010 લાગુ કરશે, જેથી રક્ષિત લાક્ષણિકતાઓવાળા અરજદારોને પ્રોત્સાહિત કરી શકાય. પીએબી તાત્કાલિક અસરથી તમામ વરિષ્ઠ નિમણૂંકો માટે આવું કરવાનું વિચારવાની તાકીદ કરશે.

સિટી ઑફ લંડન પોલીસ ઑથોરિટી બોર્ડના અધ્યક્ષ જેમ્સ થોમ્સને કહ્યું હતું કે “અમે અસમાનતા અને સમાવેશના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલા સકારાત્મક કાર્યને ધ્યાનમાં રાખવા પ્રતિબદ્ધ છીએ.