પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રનીમીડ ટ્રસ્ટ મુજબ લગભગ 18 ટકા બાંગ્લાદેશી કામદારો, 11 ટકા પાકિસ્તાની અને ચીની કામદારો અને 5 ટકા અશ્વેત આફ્રિકન અને ભારતીય કામદારોને 3 ટકા શ્વેત કામદારોની સરખામણીએ રાષ્ટ્રીય લઘુત્તમ વેતનથી ઓછું વેતન ચૂકવવામાં આવે છે.

ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) ના ડેટા દર્શાવે છે કે પાકિસ્તાની અથવા બાંગ્લાદેશી વારસાના કામદારો કોઈપણ વંશીય જૂથ કરતાં સૌથી ઓછો સરેરાશ કલાકદીઠ વેતન ધરાવે છે. તેઓ શ્વેત બ્રિટિશ કામદારો કરતાં 20.1 ટકા ઓછી કમાણી કરે છે.

ત્રીજા ભાગના બાંગ્લાદેશી પુરુષો કેટરિંગ, રેસ્ટોરન્ટ અને સંબંધિત બિઝનેસમાં કામ કરે છે જ્યારે 7માંથી 1 પાકિસ્તાની પુરુષ ટેક્સી, શોફરિંગ અને સંબંધિત વ્યવસાયોમાં કામ કરે છે.

જોસેફ રાઉનટ્રી ફાઉન્ડેશન અનુસાર, યુકેમાં બાંગ્લાદેશી (53 ટકા) અને પાકિસ્તાની (48 ટકા) સમુદાયો માટે ગરીબીનો દર અન્ય વંશીય જૂથો કરતાં વધુ છે. તેની સરખામણીમાં શ્વેત જૂથ માટે દર 19 ટકા છે.

  • સપ્ટેમ્બર 2023 ના અંતે 82,395 કુટુંબ સંબંધિત વિઝા અપાયા હતા. જેમાં પાકિસ્તાન, ભારત અને યુએસના લોકો હતા. 10 માંથી આઠ વિઝા જીવનસાખી માટે અને બાકીના બાળકો માટે હતા.
  • વિદેશી હેલ્થ વર્કર્સને હવે તેમના વિઝા પર પરિવારના સભ્યોને લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને આરોગ્ય સેવાનો ઉપયોગ કરવા માટે તેમણે સરચાર્જ તરીકે 66 ટકા વધુ રકમ ચૂકવવી પડશે.

•              યુકે વાર્ષિક ચોખ્ખું સ્થળાંતર 2022માં 745,000 હતું અને ત્યારથી તે ઉચ્ચ સ્તરે રહ્યું છે. ઘણા માઇગ્રન્ટ્સ હવે ઇયુને બદલે ભારત, નાઇજીરીયા અને ચીન જેવા સ્થળોએથી આવી રહ્યા છે.

LEAVE A REPLY

nineteen − 17 =