પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાંથી ખેત પેદાશોની વચ્ચે છુપાવીને ડ્રગ્સની દાણચોરી કરવા બદલ લંડનમાં આઇલવર્થ ક્રાઉન કોર્ટમાં ભારતીય મૂળના આનંદ ત્રિપાઠી (ઉ.વ. 61)ને 15 વર્ષની અને વરુણ ભારદ્વાજ (ઉ.વ. 39)ને 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમને ડ્યુટી ચૂકવ્યા વગર સિગારેટની આયોત કતરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

તેમણે ચેન્નાઈના બિસ્કિટ, મુંબઈના બોમ્બે મિક્સ સ્નેક્સ અને શ્રીલંકાથી ડોરમેટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા નાળિયેરના રેષામાં છુપાવીને સિગારેટની આયાત કરી હતી.

યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ)એ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને સિગારેટ ભરેલા શિપિંગ કન્ટેનર માટે પોતે જવાબદાર ન ઠરે તે માટે તેઓ પોતાની માલવાહક કંપનીનો ઉપયોગ કરતા હતા. એક વખત ગેરકાયદેસર શિપમેન્ટ આવી જાય પછી તેઓ ઓર્ગેનાઇઝ્ડ ક્રીમીનલ ગેંગ દ્વારા તેની હેરફેર કરતા હતા.

આ કાવતરું આનંદ ત્રિપાઠીના ઇમ્પોર્ટ અને કસ્ટમ ક્લિયરન્સના અનુભવ અને વરુણ ભારદ્વાજની તેમની કામગીરીના રોજિંદા સંચાલનની તૈયારીના કારણે જ શક્ય બન્યું હતું. આ યોજનામાં સ્પષ્ટપણે અન્ય લોકો સામેલ થયા હતા જેમની ઓળખ હજુ સુધી થઈ નથી.

તેમણે સપ્ટેમ્બર 2021 અને નવેમ્બર 2022 વચ્ચે ચાર શિપમેન્ટમાં 272.86 કિલોગ્રામ કોકેઈન અને 2,503.36 કિલોગ્રામ ગાંજાની આયાત કરી હતી. એક શિપમેન્ટમાં તો ઘાનાથી આવેલા યામમાં બે ટનથી વધુ ગાંજો છુપાવીને લવાયો હતો. તો 49 કિલોગ્રામ કોકેઈન દક્ષિણ આફ્રિકાથી નારંગી સાથે છુપાવીને લવાયો હતો. જે ડ્રગ્સની અંદાજિત સ્ટ્રીટ વેલ્યુ £28.9 મિલિયન હતી પરંતુ તે તમામને વેચવામાં આવે તે પહેલા જપ્ત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

ten + six =