Indian Border Security Force (BSF) soldiers guard a highway leading towards Leh, bordering China, in Gagangir on June 17, 2020. - The long-running border dispute between Asian nuclear powers India and China turned deadly for the first time in nearly half a century after at least 20 Indian soldiers were killed in a "violent face-off", the army said on June 16. (Photo by Tauseef MUSTAFA / AFP) (Photo by TAUSEEF MUSTAFA/AFP via Getty Images)

15 જૂનના રોજ બનેલી ઘટના બાદ લેહ અને અન્ય સરહદો પર લશ્કરે તેની મૂવમેન્ટ વધારી દીધી છે. આ સાથે લદ્દાખથી જે પણ યુનિટ્સ પીસ સ્ટેશન પરત ફરવાની હતી તેને પણ ત્યાં જ રોકાવા માટે કહેવામાં આવ્યું છે. સેનાએ લદ્દાખની આજુબાજુના વિસ્તારોમાં ગોઠવવામાં આવેલી પોતાની યુનિટ્સને લેહમાં સજ્જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કાશ્મીર અને જમ્મુમાં રહેલા યુનિટ્સને પણે ગમે સમયે લેહ જવા માટે આદેશ આપવામાં આવ્યો છે.લદ્દાખમાં સીમા નજીક ગામોને ખાલી કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

સેનાએ સાવચેતીના ભાગરૂપે ગામોને ખાલી કરવા લોકોને કહ્યું છે. દેમચોક પેંગોંગ સરોવરની આજુબાજુની વસાહતને એલર્ટ રહેવા કહ્યું છે. સીમા નજીકના વિસ્તારોમાં મોબાઈલ ફોન બંધ કરવામાં આવ્યા છે. અહીં સેનાના લેન્ડલાઈન ફોન પણ બંધ કરવામાં આવ્યા છે. ફક્ત ઓપરેશન સાથે જોડાયેલ ફોન જ કામ કરી રહ્યા છે. આ તમામ પર ઈનકમિંગ કોલ્સ બંધ છે. લેહ સિટીની બહાર સેના ઉપરાંત તમામ મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે અને શ્રીનગર-લેહ હાઈવે પણ સામાન્ય નાગરિકો માટે બંધ કરવામાં આવ્યો છે.

દરમિયાન સેનાએ તેના અધિકારીઓ તથા સૈનિકોની રજા રદ્દ કરી છે. કોરોનાને લીધે જે અધિકારીઓ અને જવાનો રજા પર હતા તેમને લોકડાઉન લગાતા તેમણે પરત ફરવાનો ઈન્કાર કર્યો હતો. હવે તેમની તમામ રજા રદ્દ કરવામાં આવી છે.ચીન સાથે જોડાયેલી 3400 કિમી લાંબી લાઈન ઓફ એક્સ્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર એલર્ટ આપવામાં આવ્યુ છે. તમામ જગ્યા ફોરવર્ડ પોસ્ટની કંપની કમાન્ડરને ચીન તરફથી કોઈ પણ પ્રતિક્રિયાનો જવાબ આપવા આદેશ અપાયો છે.

દરમિયાન મંગળવારે રાત્રે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના પ્રમખો વચ્ચે બેઠકમાં નૌકાદળને પણ તેના વોરશીપ (યુદ્ધપોત) ચીન નજીકના વિસ્તારોમાં ગોઠવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સેના ઉપરાંત ચીન સાથે જોડાયેલી સીમા પર રહેલી ITBPએ પણ તેના સૈનિકોને એલર્ટ કર્યા છે. હવાઈદળે હિમાચલ અને ઉત્તરાખંડમાં તેના ફોરવર્ડ બેઝ પર ફાઈટર જેટની જમાવટ વધારી છે.