પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (PTI Photo)

કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે પશ્ચિમ બંગાળની સરકારે ત્રણ જાન્યુઆરીથી સ્કૂલ કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ખાનગી અને સરકારી ઓફિસો પણ 50 ટકા ક્ષમતાએ કામ કરશે. બંગાળમાં શનિવારે કોરોના વાઇરસના આશરે 4,500 કેસો નોંધાયા હતા.

સરકારે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સ્પા, સલૂન, બ્યૂટીપાર્લર, પ્રાણી સંગ્રહાલય, એન્ટરટેઈનમેન્ટ પાર્ક પર નિયંત્રણો લાદવામાં આવ્યો છે. બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ જણાવ્યું કે રાજ્યની તમામ સરકારી અને ખાનગી ઓફિસ 50% ક્ષમતાની સાથે ખુલ્લા રહેશે. સરકારે હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશની જેમ રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કરફ્યુની પણ જાહેરાત કરી છે.