High Court orders to hold municipal elections without OBC reservation in UP
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં એક ચુકાદામાં જણાવ્યું હતું કે બેંક પાસે કોઇ વ્યક્તિના પાસપોર્ટ અથવા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડને પોતાના કબજામાં રાખવાનો કોઇ અધિકાર નથી. જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ ભારતમાં જન્મેલા અને યુનાઇટેડ કિંગડમના નાગરિક કોષી વર્ગીસની અરજીને મંજૂરી આપતાં આ ચુકાદો આપ્યો હતો. વર્ગીસ પાસે OCI કાર્ડ છે. આ સાથે જ અદાલતે પાસપોર્ટ અને OCI કાર્ડ તેના મૂળ માલિકને પરત કરવા માટે બેન્કને આદેશ આપ્યો હતો.

યુકેના નાગરિકનો જન્મ ભારતમાં થયો હોવાથી તેની પાસે OCI કાર્ડ હતું. તેમણે બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં બે વ્યક્તિઓની હાઉસિંગ લોન કરાવવા માટે બાંહેધરી તરીકે પોતાનો પાસપોર્ટ અને ઓસીઆઈ કાર્ડ સોંપ્યા હતા. આ કેસમાં લોનનું નોન-પેમેન્ટ થવાના કારણે બેન્કે છેતરપિંડી અને ષડયંત્રનો ક્રિમિનલ કેસ કર્યો હતો. આ ઉપરાંત બેન્કે પાસપોર્ટ અને ઓસીઆઈ કાર્ડ જપ્ત કર્યાં હતા.

UKના નાગરિકે દલીલ કરી હતી કે બેન્કો આ ડોક્યુમેન્ટને પોતાના કબ્જામાં રાખી ન શકે. કારણ કે યુકેની સરકારે ઈશ્યુ કરેલો પાસપોર્ટ જપ્ત કરવાનો ભારતીય બેન્કને કોઈ અધિકાર નથી. આ ઉપરાંત OCI કાર્ડ પણ વિદેશ મંત્રાલયના અધિકારમાં આવે છે તેથી તેને પણ બેન્ક જપ્ત કરી શકે નહીં. બેન્કના વકીલે દલીલ કરી હતી કે વ્યક્તિએ પોતાની મરજીથી આ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. પરંતુ કોર્ટ કહ્યું કે કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે જમા કરાવે તો પણ બેન્કો પાસપોર્ટ અને OCI કાર્ડને પોતાના કબ્જામાં રાખી ન શકે.

હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે યુકેના નાગરિકનો પાસપોર્ટ ભારતના કાયદા હેઠળ ઈશ્યૂ કરાયો ન હતો. તે બ્રિટિશ પાસપોર્ટ છે અને તેમાં જે તે વ્યક્તિને બ્રિટિશ ઓવરસિઝ સિટિઝન તરીકે દેખાડવામાં આવી છે. આ વ્યક્તિ ભારતમાં ઓવરસિઝ સિટિઝન ઓફ ઈન્ડિયાના કાર્ડના આધારે છે. વ્યક્તિએ લખીને આપ્યું હોય કે તે પોતાનો પાસપોર્ટ અને OCI કાર્ડ બેન્ક ઓથોરિટીને સોંપી રહ્યો છે, તો પણ બેન્ક તેને 15 દિવસ કરતા વધુ સમય માટે પોતાની પાસે રાખી શકે નહીં.

કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું હતું કે ઓસીઆઈ કાર્ડ પણ વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે આપ્યું હોય તો પણ તેને કબ્જામાં રાખી ન શકાય. આ કાર્ડ ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ એટલે કે FRROની પ્રોપર્ટી છે. બેન્કે તેને સુરક્ષિત રીતે રાખવા માટે FRRO પાસે મોકલી દેવું પડે. આ કેસમાં બેન્કે આવું કંઈ કર્યું નથી.

LEAVE A REPLY

two × 3 =