બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલી London, Britain, May 8, 2025. REUTERS/Carlos Jasso/Pool

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ગુરુવાર, 8મેએ બેન્ચમાર્ક વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ સાથે તેના બેન્ચમાર્ક રેટ 4.25 ટકા થયા હતાં. ટ્રમ્પ વહીવટીતંત્રએ ટેરિફ નીતિને કારણે યુકેના અર્થતંત્ર પર અસર થવાની ધારણા વચ્ચે વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો. ટ્રમ્પે 2 એપ્રિલના રોજ વ્યાપક ટેરિફની જાહેરાત કર્યા પછી ગુરુવારનો નિર્ણય બ્રિટિશ સેન્ટ્રલ બેંકનો પહેલો નિર્ણય હતો,

બેન્ક ઓફ ઈંગ્લેન્ડની નવ સભ્યોની મોનિટરી પોલિસી કમિટીની બેઠક ગુરુવારે મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો. જોકે કમિટીના બે સભ્યો તો વ્યાજદરમાં 0.50 ટકા ઘટાડાની તરફેણમાં હતા અને બે સભ્યો વ્યાજદર યથાવત્ રાખવાની તરફેણમાં હતા. પરંતુ બહુમતી સભ્યો 0.25 ટકાની તરફેણમાં હોવાથી તેને મંજૂરી અપાઈ હતી. નાણાકીય નીતિ સમિતિના બે સભ્યો સ્વાતિ ઢીંગરા અને એલન ટેલરે અડધા ટકાના મોટા ઘટાડાની તરફેણ કરી હતી. મુખ્ય અર્થશાસ્ત્રી હ્યુ પિલ અને કેથરિન માન દરોનેને જાળવી રાખવા માગતા હતાં.

બેન્કના ગવર્નર એન્ડ્રુ બૈલીએ કહ્યું હતું કે ફુગાવાનું દબાણ હળવું થઈ રહ્યું છે, જેને કારણે ગત ઓગસ્ટથી સતત ચોથીવાર વ્યાજદરમાં ઘટાડો કરવાનું શક્ય બન્યું છે. જોકે છેલ્લાં કેટલાક સપ્તાહમાં વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વધી છે. આથી જ સાવચેતીપૂર્વક અને તબક્કાવાર રીતે વ્યાજદરમાં ઘટાડો કરવો પડે તેમ છે. ફુગાવો સ્થિર રહે તે ટોચની પ્રાથમિકતા છે.

LEAVE A REPLY