REUTERS/Vivek Prakash

ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામને સોમવારે જણાવ્યું હતું કે બેન્કોએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડૂઓની સંપત્તિના વેચાણ મારફત રૂ.13,109.17 કરોડ વસૂલ કર્યા હતા. લોકસભામાં અનુદાન માટેની પુરક માગ અંગેની ચર્ચાનો જવાબ આપતા તેમણે આ નિવેદન આપ્યું હતું.

વિલફૂલ ડિફોલ્ટર્સ પાસેથી બેન્કોની વસૂલી અંગે તેણે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની માહિતી મુજબ જુલાઈ 2021 સુધીમાં વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની સંપત્તિના વેચાણ મારફત રૂ.13,109.17 કરોડની વસૂલાત કરવામાં આવી છે. તાજેતરમાં વિજય માલ્યાની સંપત્તિના વેચાણ મારફત રૂ.792 કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 16 જુલાઈ 2021એ બીજી વસૂલી થઈ હતી.