શનિવાર 9 માર્ચ 2024 ના રોજ યુએનના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (IWD) ની ઉજવણી કરવા માટે તમામ વય અને વિવિધ પૃષ્ઠભૂમિની 1,300 થી વધુ મહિલાઓ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે એક સાથે ઉપસ્થિત રહી હતી.

ધ વુમન ઓફ ધ વર્લ્ડ (WOW) ફાઉન્ડેશને તેની WOW ગર્લ્સ ફેસ્ટિવ લ બસના યુકે-વ્યાપી પ્રવાસના છેલ્લા તબક્કાના ભાગ તરીકે નીસ્ડન ટેમ્પલને પસંદ કર્યું હતું. WOW ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે મહારાણી કેમિલા બિરાજે છે અને તેઓ લિંગ સમાનતાને ચેમ્પિયન કરે છે અને વૈશ્વિક સ્તરે મહિલાઓ અને છોકરીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.

“સેલિબ્રેટિંગ વુમન: અપલિફ્ટિંગ કમ્યુનિટીઝ” શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં દરેક વ્યક્તિ કેવી રીતે સંવાદિતા માટે હિમાયતી બની શકે અને ભૂતકાળ અને વર્તમાનની મહિલાઓ પાસેથી પ્રેરણા લઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. તેમાં વ્યક્તિઓ અને સમુદાયો દ્વારા રોગચાળા અને જીવન-નિર્વાહની વર્તમાન કટોકટીના પડકારોનો સામનો કેવી રીતે કરવો તેની સમજ આપી સકારાત્મક માનસિકતા કેળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. બે-કલાકના કાર્યક્રમ દરમિયાન, વિડિયો પ્રેઝન્ટેશન અને પેનલ ચર્ચા યોજાઇ હતી.

પેનલના સભ્યોમાં કોલેટ બેઈલી (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ધ WOW ફાઉન્ડેશન), હીના સોલંકી (‘ઈવેન્ટ્સ ગુરુ’ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર), સુષ્મા પટેલ (કમ્યુનિટી ફાર્માસિસ્ટ અને ‘કોરોનેશન ચેમ્પિયન’ વોલેન્ટિયરિંગ એવોર્ડ), મેરિયન કોહેન (‘હોમલેસ’ ઇન એક્શન બાર્નેટના કોફાઉન્ડર) અને વનિતા પટેલ (બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસમાં વિવિધતા અને સમાવેશના કાર્યકારી વડા અને BTP ‘હિન્દુ પોલીસ એસોસિએશન’ના અધ્યક્ષ)એ તેમના અંગત અનુભવો કર્યા હતા.

અતિથિ વક્તા તરીકે રવિ કૌર માહે  (સોલિસિટર-એડવોકેટ, ડંકન લુઈસ સોલિસિટર્સ)એ સંબોધન કર્યું હતું.

BAPS UK અને યુરોપના વરિષ્ઠ સ્વયંસેવક રેના અમીને ઉમેર્યું હતું કે, “પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને શિખવે છે કે આપણે હંમેશા નિઃસ્વાર્થપણે વિશ્વના વધુ સારા માટે બીજાની સેવા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને વિવિધતામાં એકતા આપણી સૌથી મોટી તાકાત છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે અમે આશા રાખીએ છીએ કે આ કાર્યક્રમ મહિલાઓને તે નાનું પગલું ભરવા અને આપણે જે સમાજમાં રહીએ છીએ તેની સકારાત્મક અસર કરવા માટે સશક્ત બનાવશે.”

LEAVE A REPLY

seven − four =