યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને ગુજરાતી ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સાધનો, સંસાધનો અને તાલીમના વિકાસમાં મહત્વપૂર્ણ અને અસરકારક યોગદાન પવા બદલ ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિંગ્વીસ્ટ્સ દ્વારા 2020 માટે પ્રતિષ્ઠિત થ્રેલ્ફોર્ડ મેમોરિયલ કપ એનાયત કરાયો છે.

1935થી દર વાર્ષે આપવામાં આવતો થ્રેલ્ફોર્ડ કપ એવી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને આપવામાં આવે છે કે જેઓ ભાષાઓના અધ્યયનને પ્રોત્સાહન આપવા નોંધપાત્ર યોગદાન આપે છે અને “ભાષા અને સાંસ્કૃતિક સમજણના મહત્વ તેમજ ભાષા શીખવાની શ્રેષ્ઠતાની ઉજવણી માટે સંસ્થાની વિશાળ પહેલનો એક ભાગ છે.”

આ નવીનતમ સરાહના બીએપીએસ સ્વયંસેવકોના પ્રયત્નોને આભારી છે જેમણે ગુજરાતી ભાષાના શિક્ષણ અને શિક્ષણને આનંદપ્રદ, સુલભ અને નવીન અનુભવમાં પરિવર્તિત કર્યું છે. રમતો અને સંસાધનો વિકસિત કરવામાં આવ્યા છે કે જેમણે ‘ગમ્મત સાથે જ્ઞાન’ની પ્રણાલી પૂરી પાડવા પરંપરાગત હિન્દુ મૂલ્યો સાથે આધુનિક શિક્ષણ ટેકનીકનો ઉપયોગ કર્યો છે.

મલ્ટિફિરીયસ સંસાધનોમાં જીસીએસઇ સ્તરે આઠ પુસ્તકનો વ્યાપક ગુજરાતી અભ્યાસક્રમ શામેલ છે. બીએપીએસ દ્વારા ઘણાં ઇન્ટરેક્ટિવ બોર્ડ અને કાર્ડ રમતો, જેમ કે ગુજરાતી ક્વીઝ, ગુજરાતી સ્પિનર, ગુજરાતી ફ્લેશ કાર્ડ્સ અને ગુજરાતી સ્ટ્રિપ્સ, તેમજ લાકડાના ગુજરાતી મૂળાક્ષરો બોર્ડ અને લાકડાના ગુજરાતી અક્ષરો સહિત, પ્રિ-સ્કૂલના બાળકો માટે રમતો અને સંસાધનો, બી.એ.પી.એસ. દ્વારા ઓનલાઇન ગીફ્ટ શોપ દ્વારા ઉપલબ્ધ કરાવાય છે.

આ સંસાધનોની ઉપલબ્ધતા અને સરળતાએ યુકે, યુરોપ, ઉત્તર અમેરિકા, આફ્રિકા, એશિયા-પેસિફિક, યુએઈ અને ગુજરાતમાં તેમની પોતાની શાળાઓ માટેની પદ્ધતિઓ અને ધોરણોની નકલ કરવા માટે કેન્દ્રોને સક્ષમ બનાવવા વિશ્વભરના શિક્ષકોના જ્ઞાન અને પ્રભાવને વધારવામાં મદદ કરી છે. સ્વયંસેવકોના સમર્પણ અને સામૂહિક પ્રયાસોથી ગુજરાતીમાં જીસીએસઇ અને એ-લેવલની પરીક્ષા આપનારા બાળકોના અસાધારણ પરિણામો આવ્યા છે.

નવા ગુજરાતી સંસાધનો વિકસાવવા માટે અનેક પ્રોજેક્ટ્સની આગેવાની કરનારા સર્જનાત્મક અને સમર્પિત બીએપીએસ સ્વયંસેવકોની ટીમ વતી રાહુલ ભાગવતે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. તાજેતરમાં, આમાં નવીન શિક્ષણ સહાયક પદ્ધતિઓ શામેલ છે જે ગુજરાતીને વધુને વધુ આનંદપ્રદ, આકર્ષક અને અસરકારક બનાવવા માટે ડિજિટલ ટેકનીકનો ઉપયોગ કરશે.

રાહુલ સમજાવે છે, “ગુજરાતી, બી.એ.પી.એસ.માં બાળકો માટે આપણી સેવાઓનું એક અભિન્ન ઘટક છે. તે પ્રમુખસ્વામી મહારાજના ઉપદેશ “ભાષા જશે તો સંસ્કાર જશે” – “જો ભાષા ખોવાઈ જાય તો સંસ્કૃતિ ખોવાઈ જાય છે” થી પ્રેરિત છે. અમે અમારા બાળકોને સૌથી વધુ અસરકારક અને આનંદપ્રદ રીતે ગુજરાતી શીખવામાં મદદ કરવા માટે ઉચ્ચતમ સ્ત્રોત ઉપલબ્ધ છે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. સમુદાયને અમારી સેવાના ભાગ રૂપે તેમના સર્વાંગી સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક વિકાસની સુવિધા આપીએ છીએ.”