મેમ્બર ઓનર્સ કમીટી અને કેબિનેટ ઓફિસ ઓનર્સ ડાયવર્સીટી કમિટીના સદસ્ય અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન સેફ્ટી ફોર ઓલ્ડર પીપલના ચેર પ્રોફેસર ઇકબાલ સિંઘ OBE FRCPએ જણાવ્યું હતું કે  કોવિડ-19 ની BAME ડોકટરો, નર્સો, હેલ્થ એન્ડ કેર કર્મચારીઓ પર ભારે અપ્રમાણસર અસર પડી છે. તે મહત્વપૂર્ણ અને યોગ્ય છે કે BAME સમુદાયના લોકોને 14 ટકાથી વધુ એવોર્ડ સાથે તેમના યોગદાનને માન્યતા આપવામાં આવે છે.

સમાજના દરેક ક્ષેત્રના અને વર્ગના લોકોને સન્માન આપવામાં આવે છે જેમણે તેમના સમુદાયમાં ફરક પાડ્યો છે. સિસ્ટમએ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે એવોર્ડ્સ આપણી વસ્તીની વિવિધતાને રજૂ કરે. હું તમારા વાચકોને આ સન્માન માટે લોકોને નોમિનેટ કરવા પ્રોત્સાહિત કરીશ.

અમે સંખ્યાબંધ વર્કશોપ અને BAME ડોકટરો સાથે મીટિંગ્સ કરી છે અને જૂથો સુધી પહોંચવા માટે સંદેશ પહોંચાડવા ગરવી ગુજરાતના સમર્થનનું સ્વાગત છે.