અમેરિકાના વોશિંગ્ટનમાં રવિવાર, 7 એપ્રિલ, 2024ના રોજ ભારતમાં આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ BJPના સભ્યોએ રેલી કાઢી હતી. (PTI Photo)

ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેંકડો સમર્થકોએ રવિવારે અમેરિકાના આશરે 16 શહેરોમાં રેલી કાઢી હતી. વોશિંગ્ટનમાં ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક અને લિંકન મેમોરિયલથી લઈને ઈસ્ટ કોસ્ટ પરના આઇકોનિક ગોલ્ડન બ્રિજ સહિતના સ્થળો પણ રેલીઓ કાઢવામાં આવી હતી અને મોદી સમર્થકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન 400 બેઠકો પાર કરશે.

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (OFBJP) યુએસએએ રવિવારે “મોદી કા પરિવાર માર્ચ”નું આયોજન કર્યું હતું. એક મીડિયા રીલીઝમાં જણાવાયું હતું કે વડાપ્રધાન મોદી ફરી સત્તારૂઢ બને અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને ભારતમાં સંસદની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મળે તેનું સમર્થન કરવા 16થી વધુ શહેરોમાં પ્રતિષ્ઠિત સ્થળોએ રેલીઓ યોજવામાં આવી હતી.

OFBJPના પ્રમુખ અદાપા પ્રસાદે જણાવ્યું હતું કે કાશ્મીરથી કેરળ અને મહારાષ્ટ્રથી પૂર્વોત્તર રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય અમેરિકન સમુદાયના સભ્યોએ આ રેલીઓમાં ભાગ લીધો હતો.

સાન ફ્રાન્સિસ્કો, હ્યુસ્ટન અને એટલાન્ટા સહિત 16 શહેરોમાં માર્ચ યોજાઈ હતી. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વય જૂથના લોકોએ મોદી અને ભારત માટેના તેમના વિઝનને અચૂક સમર્થન વ્યક્ત કરવા એકત્ર થયા હતા

LEAVE A REPLY

one + 17 =