(Photo by STR/AFP/GettyImages)
ભાગ્યશ્રી એક એવું નામ છે જેમને કોઈ પરિચયની જરૂર નથી! સલમાન ખાન સાથે ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મમાં અભિનય આપીને જાણીતી બનેલી ભાગ્યશ્રીએ 1990 ના દસકામાં બોલિવૂડમાં પદાર્પણ કર્યુ હતું અને તે આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં આ અભિનેત્રી 53 વર્ષની થઇ અને તેમણે નજીકના મિત્રો અને પરિવારજનો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ભાગ્યશ્રી આ ઉંમરે પણ પોતાના શરીર અને ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે, તેણે તંદુરસ્ત વાળ, ત્વચા અને વજન ઘટાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેને શું ખાવાથી શરીરને કેવા ફાયદા થાય છે તે જણાવ્યા છે.
પાણીવાળા શાકભાજી
ભાગ્યશ્રીએ પાણીવાળા શાકભાજી આરોગવાના ફાયદા વિશે વાત કરી છે. વજન ઘટાડવા માટે પાલક, ટામેટાં, કોબી, કાકડી વગેરે લઈ શકાય છે.
છાશ
ભાગ્યશ્રીએ છાશ પીવાના ફાયદા ગણાવ્યા છે. છાશના વિવિધ આરોગ્યલક્ષી લાભ છે. જ્યારે તમે મસાલેદાર ખોરાક અથવા તળેલું ભોજન જમો છો ત્યારે છાશ એસિડિટી ઘટાડી શકે છે, જે પેટને ઠંડુ કરવામાં મદદ કરી શકે છે. તે વિટામિન બી, કેલ્શિયમ, પોટેશિયમથી ભરપૂર છે. છાશમાં પ્રોબાયોટીક્સ પણ હોય છે જે ઝેર દૂર કરવામાં મદદ કરે છે અને પાચન સુધારવામાં મદદ કરે છે. તે તમને સ્વસ્થ ત્વચા પણ આપે છે.
દાડમ
ભાગ્યશ્રીએ મેનોપોઝ દરમિયાન અને પછી મહિલાઓના આરોગ્ય માટે દાડમ શા માટે શ્રેષ્ઠ છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ કેવી રીતે હોય છે તે પણ જણાવ્યું છે. દાડમની એન્ટીઓક્સિડન્ટ સામગ્રી ત્વચા માટે ખૂબ જ સારી છે અને તે સેલ રિપેર કરવામાં પણ મદદ કરે છે. દાડમને યુવાનીનું અમૃત કહી શકાય.
આંબલી
ભાગ્યશ્રીએ આંબલી વિશે જણાવ્યુ કે તે ઘણા પોષક મૂલ્યોથી ભરપૂર છે. તેમાં વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ છે, જે હાડકા  માટે વરદાન સ્વરૂપ છે. તે વિટામિન A અને આયર્નથી પણ ભરપૂર છે.
ઝીંક
ભાગ્યશ્રીએ આપણા આહારમાં ઝીંકના સમૃદ્ધ ખોરાકનું મહત્વ સમજાવ્યું છે. નવા ચેપ, વિવિધ પ્રકારના વાઇરસ, પ્રદૂષણ અને બદલાતા વાતાવરણ એવા પડકારો લાવે છે જેનો આપણે દરરોજ સામનો કરવો પડે છે. ઝિંક એક સૂક્ષ્મ પોષકતત્વ છે જે રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે.