સાબરમતી જેલના કેદીઓ બનાવેલા ભજિયો કેદીઓ વેચી રહ્યાં છે. (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)
અમદાવાદના પ્રખ્યાત સાબરમતી જેલ ભજીયા હાઉસમાં લોકોને શુધ્ધ અને સાત્વિક ગાંધી થાળીનો સ્વાદ માણી શકાશે. આ ઉપરાંત આઝાદી મ્યુઝિયમ પણ નિહાળી શકશે. સાબરમતીની આરટીઓ કચેરી પાસે આવેલા ભજીયા હાઉસને હેરિટેજ લૂક આપીને ત્રણ માળનું બિલ્ડિંગ બનાવનાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
સાબરમતી જેલમાં રહેલા કેદીઓના હાથે બનતાં ભજીયા અમદાવાદીઓ અને ગુજરાતીઓને એટલા દાઢે વળગ્યા છે કે, વર્ષે એક કરોડથી વધુ કિંમતના ભજીયા વેચાઈ જાય છે. જેલથી થોડે દૂર, જેલના કેદીઓ દ્વારા જ ચલાવવામાં આવતાં ભજીયા હાઉસની ખ્યાતિ દેશવ્યાપી છે. હવે, જેલ ભજીયા હાઉસનું નવિનીકરણ કરવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. અત્યારે એક માળનું જેલ ભજીયા હાઉસ ત્રણ માળનું બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.
પહેલા માળે ભજીયા હાઉસ, બીજા માળે આઝાદીના લડવૈયાઓના યાદગાર ફોટોગ્રાફ્સ ઉપરાંત  ઈતિહાસની ઝાંખી આપતું આઝાદી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. જ્યારે, ત્રીજા માળે રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે. એકસાથે ૧૦૦ માણસો જેલના કેદીઓએ બનાવેલી ગુજરાતી થાળી માણી શકશે.આ થાળીને ગાંધી થાળી નામ આપવામાં આવનાર છે.