ઇસ્કોનના ભક્તો દ્વારા રવિવાર, 13 માર્ચે ભક્તિવેદાંત મેડિકલ એસોસિયેશન (બીએમએ)નો વૈશ્વિક સ્તરે શુભારંભ યુ-ટ્યુબ ઉપર એક સમારંભમાં કરવામાં આવ્યો હતો. BMA વિશ્વભરમાં પથરાયેલા 140થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સની એક વર્ચ્યુઅલ હોસ્પિટલ છે. આ પહેલથી ઇસ્કોનના વૈશ્વિક ભક્ત સમુદાયને વર્ચ્યુઅલ ધોરણે હેલ્થકેર સર્વિસ મળશે. આ પ્રસંગે પૂજ્ય સીવરામ સ્વામી, સચિનાનંદ સ્વામી, રાધાનાથ સ્વામી, ભક્તિ રાસમિત્ર સ્વામી અને બીજા ઘણા ઇસ્કોન વડાઓએ સંદેશ આપ્યા હતા. બીએમએની ઈસકોનના ભક્તો માટે વિશ્વ સ્તરે હેલ્થકેર સેવાઓની પરિકલ્પના પણ આ કાર્યક્રમમાં રજૂ કરાઈ હતી.