અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લંડન સ્થિત દિવ્ય સેવા ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી તેમજ થેમ્સના સંત તરીકેનું બિરૂદ પામેલા પ. પૂ. રામ બાપાના સુપુત્રી શ્રીમતી ભારતીબેન કંટારિયાને નિમંત્રણ મળતા ભારતીબેને સમારોહમાં ઉપસ્થિત રહીને યુકેની મહિલાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ભારતીબેને ‘ગરવી ગુજરાત’ને એક્સક્લુસિવ ટેલિફોનિક મુલાકાતમાં અયોઘ્યાથી જણાવ્યું હતું કે ‘’આજે હું અહિં ઉપસ્થિત છું તેનો જો કોઇને સૌથી વધુ અનંદ થતો હોય તો તે મારાપિતા શ્રી પૂ. રામ બાપાને થતો હશે. શુભારંભના પહેલા જ દિવસે રામ લલ્લાના દર્શન ખરેખર અલૌકિક હતા અને તેનું હું શબ્દોમાં વર્ણન કરી શકતી નથી. રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા મને નિમંત્રણ મળતા મારા અમેરિકા રહેતા પુ ત્ર અનંદે મને દબાણ કરતાં આજે હું આ ધન્ય ઘડીની સાક્ષી બની છું. અહિં મેં મંદિર આંદોલનના નેતા પૂ. નૃત્ય ગોપાલદાસજી મહારાજ, પૂ. ગોવિંદ દેવ ગીરિજી માહારાજ અને જ્ઞાનદેવજીના દર્શન કરી તેમના અશિર્વાદ મેળવ્યા હતા.’’

ભારતીબેને જણાવ્યું હતું કે ‘’ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને શુભારંભ સમારોહનું પણ સરસ આયોજન કરાયું હતું. આ માટે વિશ્વના અન્ય દેશોમાંથી માત્ર 51 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં મારો સમાનેશ કરાતા મને ગર્વ થઇ રહ્યો છે.‘’

LEAVE A REPLY

thirteen − 9 =