ભારતમાં PVC પાઇપ્સ અને ફિટિંગ ઉદ્યોગમાં અગ્રણી કંપની ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા આગામી ફીજીકલ ડીસેબીલીટી ક્રિકેટ T20i ટ્રોફી 2024 માટે ટાઇટલ સ્પોન્સરશિપની જાહેરાત કરવામાં આવી છે.

ઇંગ્લેન્ડની ફીજીકલ ડીસેબીલ ક્રિકેટ એસોસિએશન (EPDCA)ની ટીમ 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2024 દરમિયાન ભારતની પ્રથમવાર મુલાકાત લેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સમર્થિત અને ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DCCI) ના નેજા હેઠળ પાંચ મેચની T20i શ્રેણી રમશે જેની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

રમતગમતની શક્તિનો ઉપયોગ કરીને, DCCI અને EPDCA ચેમ્પિયન સર્વસમાવેશકતા સાથે વિકલાંગતાની આસપાસના કલંકને નાબૂદ કરવા અને સમાન સમાજના વાતાવરણને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે.

મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝના CSR કમિટીના ચેરપર્સન શ્રીમતી રિતુ પ્રકાશ છાબરિયાએ કહ્યું હતું કે “હું આ મહત્ત્વપૂર્ણ હેતુ સાથે ભાગીદારી કરવાની તક આપવા બદલ BCCIના સેક્રેટરી શ્રી જય શાહનો આભાર માનું છું. એક એવી ટૂર્નામેન્ટ છે જે અવરોધ-મુક્ત વિશ્વ બનાવવાના અમારા મિશનને અનુરૂપ છે. મુકુલ માધવ ફાઉન્ડેશને વિકલાંગોના પુનર્વસન અને સશક્તિકરણ સાથે 9,000 થી વધુ વિકલાંગ વ્યક્તિઓના જીવન પર સકારાત્મક અસર છોડી છે.”

LEAVE A REPLY

20 − 17 =