The number of medical colleges in India increased by 387 to 654 after 2014.
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભરૂચમાં 150 બેઠકો સાથે નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. ગુજરાત સરકારની બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ અંગેની નીતિ અન્વયે ભરૂચ ખાતે ડો. કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રીસર્સ ઇન્સ્ટીટ્યુટને મેડિકલ કોલેજ સ્થાપવા માટે રાજ્ય સરકારે કરેલી દરખાસ્તને કેન્દ્ર સરકારે 20 ઓક્ટોબરે મંજૂરી આપી છે.

ગુજરાતમાં હાલ વિવિધ જિલ્લામાં 34 મેડિકલ કોલેજો કાર્યરત છે. ભરૂચમાં નવી મેડિકલ કોલેજની 150 બેઠકો વધતા હવે રાજ્યમાં મેડિકલ માટે કુલ 6,150 બેઠકો ઉપલબ્ધ બનશે.ગુજરાતનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ભરૂચની હાલની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડશન કરીને જરૂરી સાધનો તથા સુવિધા ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે 300 પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે.