પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે પરબોઇલ્ડ ચોખાની નિકાસ પરની ડ્યૂટી 31 માર્ચ 204 સુધી વધુ પાંચ મહિના  લંબાવી હતી. સ્થાનિક બજારમાં પર્યાપ્ત સ્ટોક જાળવવા અને સ્થાનિક ભાવને અંકુશમાં રાખવા માટે 25 ઓગસ્ટના રોજ પરબોઇલ્ડ ચોખા પર 20 ટકા નિકાસ જકાત લાદવામાં આવી હતી.

નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને 31 માર્ચ, 2024 સુધી ડ્યુટી લંબાવી હતી. આ નિયંત્રણો સાથે, ભારતે હવે બિન-બાસમતી ચોખાની તમામ જાતો પર નિયંત્રણો લાદ્યા છે.

દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. જુલાઈમાં, સરકારે સ્થાનિક પુરવઠો વધારવા અને આગામી તહેવારો દરમિયાન છૂટક કિંમતો નિયંત્રિત રાખવા માટે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટુકડી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂન ગાળામાં લગભગ 15.54 લાખ ટન નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરવામાં આવી હતી જે એક વર્ષ અગાઉના સમયગાળામાં માત્ર 11.55 લાખ ટન હતી.

ગયા નાણાકીય વર્ષમાં નોન-બાસમતીની નિકાસ USD 6.36 બિલિયન રહી હતી. વોલ્યુમની દ્રષ્ટિએ, તે 177.9 લાખ ટન હતી. 2022-23 પાક વર્ષ (જુલાઈ-જૂન)માં ચોખાનું ઉત્પાદન વધીને 135.54 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષના 129.47 મિલિયન ટન હતું,

LEAVE A REPLY

three × two =