અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ ટોકિયોમાં ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ) લોન્ચ કરવાની કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. REUTERS/Jonathan Ernst

જાપાનમાં ક્વોડ દેશોના નેતાઓની સમીટ પહેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને 12 દેશોના ઇન્ડો-પેસિફિક ઇકોનોમી ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) લોન્ચ કર્યું હતું. આ પ્રોગ્રામનો હેતુ ક્લિન એનર્જી, સપ્લાય ચેઇન અને ડિજિટલ ટ્રેડ જેવા ક્ષેત્રોમાં સમાન વિચારસરણી ધરાવતા દેશો વચ્ચે સહકારને ગાઢ બનાવવાનો છે.

ઇન્ડો-પેસિફિક રિજનમાં ચીનની આક્રમક નીતિઓનો સામનો કરવા માટે મજબૂત આર્થિક નીતિ આગળ ધપાવવાની વોશિંગ્ટનની યોજનાના ભાગરૂપે જો બાઇડને આ જાહેરાત કરી છે. ભારતના વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી માટે મંત્રણા ચાલુ કરવાના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયા, બ્રેનઇ, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા, મલેશિયા, ન્યૂઝિલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ જેવા બીજા ભાગીદાર દેશોના નેતાઓ પણ વર્ચ્યુઅલી હાજર રહ્યાં હતા.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે IPEFનો હેતુ સભ્ય દેશો વચ્ચે આર્થિક ભાગીદારીની મજબૂત બનાવવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે IPEFની જાહેરાત વૈશ્વિક આર્થિક વૃદ્ધિના એન્જિન તરીકે ઇન્ડો-પેસિફિક રિજનને આગળ ધપાવવાની સંયુક્ત ઇચ્છાશક્તિ દર્શાવે છે.