Biden's announcement to re-enter the race for the presidency
(Photo by MANDEL NGAN / AFP)

અમેરિકાના પ્રેસિડન્ટ બાઈડને અમેરિકામાં વધતી મોંઘવારી માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકામાં ફુગાવો 41 વર્ષની ટોચે પહોંચ્યો છે. માર્ચમાં અમેરિકામાં મોંઘવારી દરના વધારા પાછળ રશિયન ગેસોલીન જવાબદાર છે.

બાઈડને કહ્યું કે માર્ચ વધેલ મોંઘવારીમાં 70% માત્ર રશિયન ગેસોલીનના વધેલા ભાવ જવાબદાર છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં ફુગાવો માર્ચ મહિનામાં 41 વર્ષની નવી ટોચે પહોંચતા બાઈડને આ જવાબદારીનું ઠીકરૂં રશિયા દ્વારા શરૂ કરવામાં આવેલ યુદ્ધ અને તેના દ્વારા એકહથ્થુ શાસન ધરાવતા ગેસોલીનના બજાર પર ફોડ્યું છે.

બાઈડને મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયન આક્રમણને કારણે ગેસના ભાવમાં વધારો ગત મહિને યુએસ ફુગાવામાં 70% જવાબદાર છે. આયોવાની મુલાકાતે આવેલ બાઈડને કહ્યું કે “માર્ચમાં કિંમતોમાં 70 ટકાનો વધારો રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન દ્વારા ગેસોલિનના ભાવવધારાને કારણે થયો છે. યુએસ સરકારના આંકડા અનુસાર વાર્ષિક દ્રષ્ટિએ માર્ચમાં ગ્રાહક ભાવાંકમાં 8.5 ટકાનો વધારો થયો છે.