અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ઇન્ડિયન અમેરિકન નીરા ટંડનની ડોમેસ્ટિક પોલિસી એડવાઇઝર તરીકે તાજેતરમાં નિમણુંક કરી છે. આ પદ સંભાળનાર તે ભારતીય જ નહીં એશિયન મૂળની પણ પહેલી જ મહિલા બની છે. આ પહેલા નીરા ટંડન વ્હાઈટ હાઉસમાં સ્ટાફ સચિવ રહી ચુકયા છે. તે વખતે પણ આ પદ સંભાળનાર તે પહેલા ભારતીય મૂળના મહિલા બન્યા હતા. તેમણે બાઈડનના વરિષ્ઠ સલાહકાર તરીકે પણ અગાઉ ફરજ બજાવી છે. માજી પ્રમુખ બિલ કિલન્ટનના કાર્યકાળમાં પણ તેઓ ડોમેસ્ટિક પોલિસી ઘડનારી કાઉન્સિલના આસિસટન્ટ ડાયરેકટર હતા. તેમની પાસે નીતિ ઘડવાની કામગીરીનો બે દાયકાનો અનુભવ છે.













