ટોલીવુડ દિગ્દર્શક સુકુમાર (ડાબે ), અભિનેતા અલ્લુ અર્જુન મધ્ય) અને સંગીતકાર દેવી શ્રી પ્રસાદ (જમણે) (ANI Photo)
કેપ્ટન મિલર
અભિનેતા ધનુષથી હિન્દી ફિલ્મોના દર્શકો હવે પરિચિત થઇ ગયા છે.  ધનુષના પ્રશંસકો 2023થી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ધનુષ એક અલગ પ્રકારની ભૂમિકામાં જોવા મળશે. અરુણ માથેશ્વરન દિગ્દર્શિત આ ફિલ્મ 12 જાન્યુઆરીએ સિનેમાના પડદે રજૂ થશે.
કાંતારા: પ્રકરણ 1
ઋષભ શેટ્ટીની કાંતાર સુપર હિટ થયા બાદ હવે તેની પ્રિક્વલ બનાવવામાં આવી રહી છે જેને કાંતારા ચેપ્ટર વન નામ આપવામાં આવ્યું છે. જે પણ વર્ષ 2024માં રિલીઝ થઈ શકે છે. કાંતારા ફિલ્મ અનપેક્ષિત રીતે હીટ થઇ ગઇ હતી.
કંગુવા
આગામી તમિલ ફિલ્મ કંગુવાની ઝલક જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ફિલ્મમાં સૂર્યા, બોબી દેઓલ, દિશા પટણી અને યોગી બાબુ મહત્વની ભૂમિકામાં જોવા મળશે, જે 11 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થવાની સંભાવના છે.
ગેમ ચેન્જર
સાઉથના મોટા સ્ટાર ગણાતા રામ ચરણની આ ફિલ્મ પણ સપ્ટેમ્બર મહિના સુધીમાં રિલીઝ થઈ શકે છે. દિગ્દર્શક શંકર આ ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યા છે.
દેવરા
દિગ્દર્શક આર. ચંદ્રમૌલીની ફિલ્મ RRRની જબરદસ્ત સફળતા બાદ સાઉથના સુપરસ્ટાર જુનિયર NTR હવે દેવરા નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં બોલીવુડની અભિનેત્રી જ્હાન્વી કપૂર પણ તેની સાથે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એપ્રિલ સુધીમાં રિલીઝ થઈ શકે છે.
થંગાલન
કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ પર બનેલી સાઉથના સ્ટાર યશની ફિલ્મ KGFના બંને ભાગ હિટ રહ્યા બાદ હવે એ જ કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ પર બનેલી બીજી ફિલ્મ રિલીઝ થવાની છે. દિગ્દર્શક પા રંજીથની આ ફિલ્મમાં ચિયાંન વિક્રમ, પાર્વતી અને માલવિકા મોહનન જોવા મળશે.
પુષ્પા: ધ રૂલ
પુષ્પા ધ રાઈઝ પછી, હવે દર્શકો પુષ્પા ધ રૂલની રાહ જોઈ રહ્યા છીએ, જે આ વર્ષે જોવા મળશે. અલ્લુ અર્જુનની આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 15 ઓગસ્ટ 2024 સુધીમાં રિલીઝ થઈ શકે છે.
મલાઈ કોટ્ટાઈ વાલિબન
આ ફિલ્મમાં મોહનલાલનો દમદાર અવતાર જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન લિજો જોસ પેલ્લિસરી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 25મી જાન્યુઆરીએ સ્ક્રીન પર જોવા મળી શકે છે.
એલ-2ઃ એમ્પુરાન
વર્ષ 2024માં મોહનલાલની આ વધુ એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જેનું પોસ્ટર ખૂબ ચર્ચામાં રહ્યું હતું. મોહનલાલ મલયાલમ ફિલ્મોના જાણીતા સ્ટાર છે. અજય દેવગનની હિન્દી ફિલ્મ કંપનીમાં પણ તેમણે એક ભૂમિકા ભજવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

LEAVE A REPLY

fifteen + twenty =