બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા એનડીએમાંથી અલગ થયા બાદ પટણામાં લોક જનશક્તિ પાર્ટીના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. (PTI Photo)

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા NDAએમાં ભંગાણ થઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. NDAની સહયોગી પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (LJP) રવિવારે જણાવ્યું હતું કે LJPએ રાજ્યના મુખ્યપ્રધાન નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો છે. એમ એસજેપીના સૂત્રોએ જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં નીતિશકુમારના પક્ષ સામે એલજેપી પોતાના ઉમેદવારો ઊભા રાખે તેવી શક્યતા છે.

LJPના પ્રેસિડેન્ટ ચિરાગ પાસવાનના વડપણ હેઠળ યોજાયેલી પક્ષના સંસદીય બોર્ડની બેઠકમાં LJP અને BJPની સરકાર બનાવવાને લઈને પ્રસ્તાવ પાસ થયો હતો. આ સાથે જ બેઠકમાં નિર્ણય લેવાયો કે LJP તમામ ધારાસભ્યો વડાપ્રધાન મોદીને મજબૂત બનાવશે.

લોક જનશક્તિ પાર્ટીએ રવિવારે નિર્ણય કર્યો છે કે પાર્ટી NDA ગઠબંધન તરફથી નીતિશ કુમારની આગેવાનીમાં વિધાનસભા ચૂંટણી નહી લડે. પાર્ટી બિહારી ફર્સ્ટ બિહારી ફર્સ્ટના નારા સાથે ચૂંટણી લડશે. જો કે પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણપણે સમર્થન કર્યું છે.

મળતી વિગતો પ્રમાણે LJPની સંસદીય બોર્ડની બેઠકમાં દરેક સભ્યો હાજર રહ્યાં હતા. કોરોનાના કારણે પશુપતિનાથ પારસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. બેઠકની અધ્યક્ષતા પાર્ટી અધ્યક્ષ ચિરાગ પાસવાને કરી હતી. આ સિવાય બેઠકમાં પાર્ટીના નેતા સૂરજભાન સિંહ, ચંદન સિંહ, વીણા દેવી, રાજુ તિવારી, પ્રિંસ રાજ, કાલી પાંડે, અબ્દુલ ખાલિદ પણ હાજર રહ્યાં હતા.