ભારતના બિલિયોનેર ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા (જમણી બાજુ), તેમની પુત્રી (સેન્ટ્રલ) અને પત્ની નીરજા બિરલા (ફાઇલ ફોટો) (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ભારતના જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાનો પરિવાર અમેરિકામાં એક રેસ્ટોરાં શનિવારે રેસિઝમનો ભોગ બન્યો હતો. કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલાએ કેલિફોર્નિયા સ્થિત આ રેસ્ટારાંની ટીકા કરી કરીને આ આક્ષેપ કર્યો હતો.

અનન્યાએ સોસિયલ મીડિયા પર મુકેલી પોસ્ટ મુજબ સ્કોપા ઇટાલિયન રૂટ્સ રેસ્ટોરાંએ મારા પરિવારને લગભગ બહાર હાંકી કાઢ્યો હતો. અમારી સાથે રંગભેદનો બનાવ બન્યો હતો. કોઇ પણ રેસ્ટોરાંએ પોતાના ગ્રાહકો સાથે અનુચિત વ્યવહાર ન કરવો જોઇએ.’
અનન્યાએ વધુમાં લખ્યું હતું કે અમે ભોજન માટે ત્રણ કલાક રાહ જોઇ હતી. શેફ એન્ટોનિયો, આપના વેઇટર જોશુઆ સિલ્વરમેને મારી માતા સાથે અત્યંત ખરાબ વર્તન કર્યું હતું. આ વર્તનને રંગભેદ કહેવું પડશે. આ યોગ્ય ન થયું.

કુમારમંગલમની પત્ની અને અનન્યાની માતા નીરજા બિરલાએ પણ આ ઘટનાને અયોગ્ય ગણાવી હતી. નીરજાએ પણ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે કોઇ પણ રેસ્ટોરાં પોતાના ગ્રાહક સાથે આ પ્રકારનું કઠોર વર્તન કરી શકે નહીં. આ ઘટના અંગે રેસ્ટોરાં તરફથી કોઇ પ્રતિભાવ આવ્યા નહોતા.