ભાજપ રાજ્યસભામાં 100 સભ્યો ધરાવતો વર્ષ 1990 પછીનો પ્રથમ પક્ષ બન્યો છે. આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં રાજ્યસભાની યોજાયેલી ચૂંટણીમાં ત્રણ બેઠક જીત્યા બદ ભાજપે આ સિદ્ધિ નોંધાવી છે. ભાજપે તેના ઇતિહાસમાં પ્રથમ વાર રાજ્યસભામાં 100 સભ્યોનો આંક પાર કરવાની પણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યસભાની ચૂંટણીના રિઝલ્ટ નોટિફાઇ થયા બાદ ભાજપની સભ્યસંખ્યા સત્તાવાર રીતે 100ને સ્પર્શ કરી જશે. ભાજપ માટે આટલી સભ્યસંખ્યા જાળવી રાખવાનું મુશ્કેલ છે, કારણ કે રાજ્યસભાની 52 બેઠકો પર ટૂંકસમયમાં ચૂંટણી યોજાવાની છે તથા આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોમાં તેના સભ્યોની સંખ્યામાં ઘટાડો થવાની ધારણા છે.
ચૂંટણીમાં ભાજપને મળેલી ત્રણ બેઠકનો હાલની સભ્યસંખ્યા 97માં ઉમેરો કરવામાં આવે તો તેની કુલ સંખ્યા 100એ પહોંચી જાય છે. ત્રિપુરા અને નાગાલેન્ડની બે બેઠકો પર પણ ભાજપનો વિજય થયો છે. તેનાથી ભાજપને ચારમાંથી ચાર બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી. કોઇપણ પક્ષ 1988 પછી આ આંક પર આવી શક્યો નથી. રાજ્યસભામાં કુલ બેઠકો 245 છે. 1990માં રાજ્યસભામાં કોંગ્રેસની સભ્યસંખ્યા 108 હતી.