કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે ક્લીન સ્વીપ કરી હતી અને તમામ મુખ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારે બહુમતી મેળવી હતી.
સત્તાવાર પરિણામો અનુસાર, ભાજપે દમણ જિલ્લા પંચાયતમાં ૧૬માંથી ૧૫ બેઠકો, નગર પરિષદમાં ૧૫માંથી ૧૪ બેઠકો અને ૧૬માંથી ૧૫ ગામની સરપંચની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. દીવ જિલ્લામાં, ભાજપે સંપૂર્ણ વિજય મેળવ્યો હતી જિલ્લા પંચાયતની તમામ 8 બેઠકો જીતીને સંપૂર્ણ અંકુશ મેળવ્યો હતો.
તેવી જ રીતે, દાદરા અને નગર હવેલી જિલ્લામાં, પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખ્યો હતો અને જિલ્લા પંચાયતની 26માંથી 24 બેઠકો અને મ્યુનિસિપલ કાઉન્સિલની તમામ 15 બેઠકો જીતી હતી.કોંગ્રેસે ભાજપ પર ચૂંટણી પંચ (EC)ની મદદથી “ચૂંટણીઓનું હાઇજેકિંગ” કરવાનો આક્ષેપ કર્યો હતો.













