ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસના અધિકારીઓએ સોમવારે 77 કિગ્રા ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપી લીધી હતી. અલ હુસૈની નામની આ બોટની સાથે છ પાકિસ્તાની લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.(ANI Photo)

ગુજરાતના દરિયા કિનારા નજીકથી સોમવારે પાકિસ્તાનની બોટમાંથી રૂ.400 કરોડનું આશરે 77 કિગ્રા હેરોઈન પકડાયુ હતું. બોટના 6 પાકિસ્તાની ખલાસીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ ચાલુ કરવામાં આવી હતી. આ બોટનુ નામ અલ હુસૈની હતું અને તે પાકિસ્તાની બોટ હતી.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ગુજરાત ડિફેન્સ પીઆરઓના જણાવ્યા અુસાર ગુજરાતના એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે આ આપોરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.ભારતીય જળ સીમામાં આ બોટ પ્રવેશી હતી અને તેનુ ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારે તેમાંથી ડ્રગ્સ પકડાયુ હતુ.આ ડ્રગ્સની કિંમત 400 કરોડ રુપિયા થવા જાય છે.
પાકિસ્તાની બોટ અને તેના ખલાસીઓને વધુ પૂછપરછ માટે કચ્છ જિલ્લાના જખૌ બંદરે લાવવામાં આવ્યા હતા. ગુજરાતના દરિયા કિનારાના રસ્તે થઈને ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવવાના કાવતરાને આ ઘટના બાદ વધુ એક સમર્થન મળ્યુ છે.