Represenrt image

લોકડાઉનમાં લોકો ને પડતી મુશ્કેલીઓમાં લોકો પોતપોતાની રીતે મદદ કરી રહ્યા છે. તેવામાં બોલીવૂડને વેનિટી વેન્સ પૂરી પાડનાર કેતન રાવલે પોતાની 13 વેનિટી વેન્સ પોલીસોને વાપરવા આપી છે. વૈભવી સગવડો ધરાવતી આ વેનિટી વેન્સ મેળવીને ખાસ કરીને મહિલા પોલીસોને રાહત થઇ ગઇ છે. તેમને વોશ રૂમ વાપરવા માટે ખાસ ઉપયોગમાં આવી છે. દરેક વેનિટી વેનમાં 3 રૂમ આવેલા છે. તેમજ દરેક રૂમમાં અલગથી ટોયલેટ, સૂવાની વ્યવસ્થા તેમજ એરકંડિશન આવેલા છે.

મુંબઇના જોગેશ્વરી એરિયામાં ફરજ બજાવી રહેલી મહિલા પોલીસ કોન્સટેબલે જણાવ્યું હતું ક પહેલા અમને વોશરૂમનો ઉપયોગ કરવા માટે 10 માઇલ ચાલીને અમારી પોલીસ ચોકી પર જવું પડતું હતું. પરંતુ વેનિટિ વેન મળવાથી અમારી આ મુખ્ય મુશ્કેલીનું સમાધાન થઇ ગયું છે. 45 વેનિટિી વેન્સ ધરાવનાર આ ભાઇ છેલ્લા ૧૫ વરસથી દરેક પ્રકારના શૂટિંગ માટે વેનિટી વેન્સ ઉપલબ્ધ કરાવે છે. તેણે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન તમામ શૂટિંગ બંધ છે. અને મારી વેનિટી વેન્સ બેકાર ઊભી છે.

એવામાં જ્યારેમને પોલીસ તરફથી વેન્સ માટે મને પ્રસ્તાવ આવ્યો હતો તેથી આવા પુણ્યના કામ માટે હું મદદ કરવા તૈયાર થઇ ગયો. આવી મુશ્કેલીની ઘડીમાં દરેક વ્યક્તિએ માનવતા દાખવવી જરૂરી છે. તેથી મારી પણ ફરજ બને છે કે હું એ પોલીસકર્મીઓને મદદ કરું જેઓ લોકડાઉન દરમિયાન કોરોનાજેવી મહામારીના પ્રકોપ સામે લડવા સડકો પર ફરજ બજાવી રહ્યા છે.