High Court orders to hold municipal elections without OBC reservation in UP
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એક નકલી બોલિવૂડ ટેલેન્ટ એજન્ટે 53 જેટલા ઇમિગ્રન્ટ્સ બ્રિટનમાં રહી શકે તે માટે તેમની સાથે છેતરપિંડી કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે.

ડેવિડ અસલમ ચૌધરી અને તેના પાંચ સાથીઓએ 53 વિદેશી વિદ્યાર્થીઓને પગારના ખોટા રેકોર્ડ અને ઈમિગ્રેશન સ્પોન્સરશિપ પેપર્સ આપ્યા હતા.

ચૌધરીએ એવા દાવો કર્યો હતો કે તેમની કંપની- યુકે ફિલ્મ પ્રોડક્શન્સ બોલિવૂડ ફિલ્મોમાં પડદા પાછળના કામ માટે મહત્ત્વના ક્રૂ મેમ્બર્સ પૂરા પાડે છે.

હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ઇમિગ્રેશન અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે કે આ કંપની હંસલો (વેસ્ટ લંડન)માં એક ટેબલ અને બે ખુરશીઓ સાથેની થોડી મોટી જગ્યામાં ઓફિસ ધરાવે છે.

ચૌધરી અને તેના સહ-ષડયંત્રકારોએ એવા વિદેશી નાગરિકોને મદદ કરી કે જેમના સ્ટુડન્ટ વિઝા થોડા સમયમાં પૂર્ણ થવાના હતા, તેમણે આ વિદેશીઓને બોલિવૂડમાં પ્રોડક્શન, સ્પેશિયલ ઇફેક્ટ્સ અને પ્રચારના કામમાં અસ્તિત્વ ન હોય તેવી ભૂમિકાઓ માટે પગારના ખોટા રેકોર્ડ પૂરા પાડ્યા હતા.

આ કોન જાન્યુઆરી 2013 થી ઓગસ્ટ 2015 સુધી ચાલ્યો હતો અને 2019 માં છ શખ્સો પર આરોપ મૂકવામાં આવ્યો હતો.

તેમણે આ છેતરપિંડી જાન્યુઆરી 2013થી ઓગસ્ટ 2015 દરમિયાન કરી હતી અને છ વ્યક્તિઓ પર વર્ષ 2019માં આરોપ મુકવામાં આવ્યા હતા.

તાજેતરમાં સાઉથ લંડનમાં સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં, 51 વર્ષીય ચૌધરીને ઇમિગ્રેશનમાં ગેરકાયદે મદદ કરવા બદલ અને છેતરપિંડી કરવાના કાવતરાના ત્રણ આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

ચૌધરીના પાંચ સાથીદારોને પણ છેતરપિંડી કરવાના કાવતરામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, અને તેમાંથી બેને છેતરપિંડી કરીને યુકેમાં રહેવાની મંજૂરી મેળવવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ તમામ છ શખ્સોને ફેબ્રુઆરીમાં સજા સંભળાવવામાં આવશે.