Gold worth Rs.45 lakh found in Ahmedabad airport toilet
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મિશેલિન સ્ટારવાળા શેફ પર ધાર્મિક ભેદભાવનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેણે કથિત રીતે એક કેટરિંગ મેનેજરને હાથમાંથી શીખ લોકો પહેરે તેવું કડુ કાઢવા જણાવ્યું હતું જેથી તે કડછા જેવા વાસણમાં ફસાઈ ન જાય.

નિરંજીત મૂરાહ સિંઘે જણાવ્યું કે, લંડનમાં કેફે રોયલના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ શેફ હર્બર્ટ બર્જરે તેમને 35 વર્ષ અગાઉ તેમના મલેશિયન દાદાએ આપેલા બ્રેસલેટ (કડુ) કાઢી નાખવા જણાવ્યું હતું. બર્જરનો જન્મ ઓસ્ટ્રિયામાં થયો હતો અને તેને સાલ્ઝબર્ગમાં ટ્રેનિંગ લીધી હતી. ઈંગ્લેન્ડમાં તેણે ક્લેરિજ્સમાં કામ કર્યું છે, અને મિરાબેલેમાં તે મુખ્ય શેફ હતા અને તેને કાફે રોયલ ખાતે ગ્રીલ રૂમ માટે મિશલિન સ્ટારનો ખિતાબ મળ્યો હતો.

આ અંગે સિંઘે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે, લંડનમાં 20 વર્ષથી કામ કરે છે અને રહે છે, તેમને આ દરમિયાન ક્યારેય કડુ કાઢવા માટે જણાવવામાં આવ્યું નથી. અને તેણે તેની સરખામણી ક્રિશ્ચનને ક્રોસ ઉતારવા અથવા મુસ્લિમને હિજાબ ઉતારવા માટે જણાવવા સાથે કરી હતી. કેટલાક શીખો ધાર્મિક શ્રદ્ધાની નિશાની તરીકે કરા નામનું સ્ટીલનું કડુ હાથમાં પહેરે છે.

સિંઘના કેસના ભાગરૂપે તેણે દાવો કર્યો હતો કે. ત્રણ જગ્યાએ ત્રણ મિશલિન સ્ટાર જીતનાર બર્જરે તેણે તેને કડુ કાઢવાનું એટલા માટે કહ્યું હતું કારણ કે તેને ચિંતા હતી કે તે ચટણી બનાવતી વખતે વાસણમાં ફસાઇ શકે છે.

ટ્રિબ્યુનલને જણાવવામાં આવ્યું હતું કે, સિંઘે વર્ષ 2010માં બર્જરના લંડનમાં કેટરિંગ બિઝનેસ- ઇનહોલ્ડર્સ હોલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

સિંઘે કહ્યું કે, ત્યારબાદ તેણે આઠ વર્ષ સુધી આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કર્યું અને ગયા વર્ષે તેમની નોકરી પૂર્ણ થઈ ત્યાં સુધી તેણે આ હોદ્દા પર કામ કર્યું હતું.

પોતાના લેખિત પુરાવામાં સિંઘે જણાવ્યું હતું કે, ‘જ્યારે પણ હર્બર્ટ મને મારી કડુ પહેરેલું જોતો હતો ત્યારે તેણે મને તેને કાઢવા કહ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ કડુ ‘મને મારા સ્વર્ગસ્થ દાદાએ આપ્યું હતું જેઓ હજુ પણ મલેશિયામાં રહેતા હતા. હું તેને તેમની યાદગીરીરૂપે મારી સાથે લાવ્યો છું અને હું શીખ કડુ છેલ્લા 35 વર્ષથી મારા હાથમાં પહેરું છું.

જુલાઈમાં બર્જરના વકીલોએ દાવાને પડકાર્યો અને સફળતાપૂર્વક દલીલ કરી કે દાવાને બરતરફ કરવો જોઈએ.

પરંતુ ટ્રિબ્યુનલને પછી ખબર મળી કે સિંઘ સુનાવણીથી અજાણ હતા અને તેમને આ મહિનાની શરૂઆતમાં ટેલિફોન સુનાવણીમાં તેમનો દાવો ફરીથી રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. થોડા સમયમાં આ મામલે ટ્રિબ્યુનલ ચૂકાદો આપશે.