Putin's People, How the KGB Took Back Russia Ange Than Took on the West, Catherine Belton

ધ ટાઇમ્સના બુક ઓફ ધ યર 2021 વિજેતા પુસ્તક ’’પુતિન્સ પીપલ: હાઉ ધ કેજીબી ટૂક બેક રશિયા એન્ડ ધેન ટૂક ઓન ધ વેસ્ટ’’માં પુતિન અને તેમના ગુનાહિત મિત્રોનો ઉત્કૃષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે આધુનિક રશિયા વિશે લખાયેલા પુસ્તકોથી આ અલગ જ છે અને લેખક બેલ્ટને બધા પુસ્તકોને જાણે કે વટાવી દીધા છે. આ પુસ્તકમાં આધુનિક રશિયાની શ્રેષ્ઠ અને સૌથી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરાયો છે. તેમાં KGB ના નવા જીવન, પુતિનનો સત્તામાં ઉદય અને કેવી રીતે રશિયન બ્લેક કેશ વિશ્વને ઉથલપાથલ કરી રહી છે તેનો ખુલાસો કરાયો છે.

મોસ્કોના ભૂતપૂર્વ સંવાદદાતા અને ઇન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટ કેથરિન બેલ્ટને કેવી રીતે વ્લાદિમીર પુતિન અને તેની કેજીબી માણસોએ રશિયામાં સત્તા કબજે કરી અને અલીગાર્ચની નવી લીગ બનાવી તેની કદી ન કહેવાયેલી વાર્તા રજૂ કરી છે. અંદરના માણસોના એક્સક્લુસિવ ઇન્ટરવ્યુ દ્વારા, બેલ્ટન જણાવે છે કે કેવી રીતે પુતિનના લોકોએ ખાનગી કંપનીઓ પર તેમની અવિરત જપ્તી કરી, અર્થવ્યવસ્થા પર કબજો જમાવ્યો છે અને બિલિયન્સ પાઉન્ડ લૂંટ્યા છે.

લેખકે ઓર્ગેન્ઇઝ્ડ ક્રાઇમ અને રાજકીય શક્તિઓ વચ્ચેની રેખાઓને અસ્પષ્ટ કરી, પુતિને પશ્ચિમમાં પ્રભાવ વધારવા માટે પોતાના વિરોધીઓને કઇ રૂપે ચૂપ કર્યા, તેમની સંપત્તિ અને શક્તિનો કેવી રીતે ઉપયોગ કર્યો તેની વિગતો જણાવી છે.

મોસ્કોથી લઈને લંડન, સ્વિટ્ઝર્લૅન્ડ અને ટ્રમ્પના અમેરિકા સુધીની વાતો આ પુસ્તકમાં રજૂ કરાઇ છે. આ પુસ્તકે તેના રહેવાસીઓ અને વિશ્વ માટે ગંભીર પરિણામો સાથે કેવી રીતે નવા રશિયા માટેની આશાઓ ભટકી ગઈ તેનો ભયાનક અહેવાલ આપ્યો છે.

પુસ્તક સમિક્ષા

  • પુતિનના શાસનનો એક ગ્રાઉન્ડબ્રેકિંગ અને કાળજીપૂર્વક સંશોધન કરાયેલ નિર્ભીક, રસપ્રદ હિસાબ રજૂ કરાયો છે. બેલ્ટનનું આ પુસ્તક રશિયન નાણાં અને તેનો પ્રભાવ હવે પશ્ચિમ તરફના જોખમો પર પ્રકાશ પાડે છે.: ગાર્ડિયન
  • ‘પુતિન અને તેના ગુનાહિત સાથીઓનો ઉત્કૃષ્ટ ખુલાસો… લાંબા સમયથી રાહ જોવાતી હતી તે પુસ્તક વાંચવું જ જોઈએ’: સન્ડે ટાઇમ્સ
  • 21મી સદીની અત્યાર સુધીની સૌથી મોટી હકિકતો રજૂ કરીને પત્રકાર કેથરિન બેલ્ટને એક મહાન સેવા કરી છે. તેમણે એક એવા પુસ્તકનું નિર્માણ કર્યું છે જેને આધુનિક રશિયા પરના પશ્ચિમી નિષ્ણાતો પુતિન વિશેની આપણી સમજ માટે મહત્વપૂર્ણ તરીકે સ્વીકારે છે. ડેઈલી મેઈલ – બુક ઓફ ધ વીક.

લેખક પરિચય

કેથરિન બેલ્ટન ફાઇનાન્સિયલ ટાઇમ્સ માટે લાંબા સમયથી મોસ્કો માટેના સંવાદદાતા તરીકે સેવાઓ આપે છે. તેમણે આ અગાઉ મોસ્કો ટાઇમ્સ અને બિઝનેસ વીક માટે પણ રશિયા વિષે અહેવાલો આપ્યા છે. 2008માં તેમને બ્રિટિશ પ્રેસ એવોર્ડ્સમાં વર્ષના બિઝનેસ જર્નાલિસ્ટ એવોર્ડ્ઝ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ લંડનમાં રહે છે.

Book:  Putin’s People: How the KGB Took Back Russia and Then Took on the West

Publisher ‏ : ‎ William Collins

Author: Catherine Belton

Price: £25

LEAVE A REPLY

2 × four =