અમેરિકન એડમિનિસ્ટ્રેશને પુખ્ત વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી છે. દસ રાજ્યોમાં પુખ્તવયની તમામ વ્યક્તિઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ફાઇઝર અને મોડર્નાએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 18 વર્ષ કે તેથી વધારે વયની તમામ વ્યક્તિઓ બૂસ્ટર ડોઝ મેળવવાને લાયક ગણાશે. છેલ્લે ઉટાહ અને મેસેચ્યુસેટસ રાજ્યોમાં તમામને બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. બાઇડન એડમિનિસ્ટ્રેશનનું ધ્યેય દરેકને બૂસ્ટર ડોઝ આપવાનો છે. પરંતુ સપ્ટેમ્બરમાં એફડીએની સલાહકાર પેનલે આ વિચારનો એમ કહીને વિરોધ કર્યો હતો કે મોટાભાગના વય જૂથોમાં હાલ કોરોનાની રસી અસરકારક હોવાથી બૂસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. એ પછી બધાને ફાઇઝરને વધારાનો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.