Boris Johnson criticizes Prime Minister Rishi Sunak's Brexit deal

બ્રિટનના નવા વડાપ્રધાન નક્કી કરવા માટે પ્રક્રિયા અને સ્પર્ધા આગળ વધી રહી છે ત્યારે કાર્યકારી વડાપ્રધાન બોરિસ જોન્સને પોતાના સહયોગીઓને કથિત રીતે કહ્યું કે, બીજા કોઈનું પણ સમર્થન કરો પરંતુ રિશિ સુનકને તો નહીં. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના જોન્સને 7 જુલાઈએ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું.
બોરિસ જોનસને પાર્ટીનું નેતૃત્વ મેળવવામાં હારનો સામનો કરી રહેલા નેતાઓને વિનંતી કરી છે કે, તેઓ ભૂતપૂર્વ નાણા પ્રધાન અને ચાન્સેલર સુનકને સમર્થન ન આપે.
જોન્સન વિદેશ પ્રધાન લીઝ ટ્રસનું સમર્થન કરવા માટે ઈચ્છુક નજર આવી રહ્યા છે. જેનું સમર્થન જોન્સનની કોબિનેટના સાથીઓ ઝૈકબ રીસ-મોગ અને નૈડીન ડોરિસે કર્યું છે. જોન્સને તેમના અનુગામી તરીકે પેની મોર્ડાઉન્ટ માટે પણ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. મોર્ડાઉન્ટ વેપાર પ્રધાન છે.
ભૂતપૂર્વ ચાન્સેલરના રાજીનામાને પોતાની સાથે કથિત રીતે વિશ્વાસઘાતના રૂપમાં જોઈ રહેલા જોન્સન અને તેમની ટીમ કોઈનું પણ સમર્થન કરો પરંતુ રિશિ સુનકનું નહીં અભિયાનના રૂપમાં ગુપ્ત કાર્યવાહી કરી રહ્યા છે. સુનકના ચાન્સેલરના પદ પરથી રાજીનામાએ જોન્સનની 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી વિદાય નિશ્ચિત કરી હતી.
કહેવાય છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ટીમ રિશિને નફરત કરે છે. તેઓ જોન્સનની વિદાય માટે સાજિદ જાવિદને જવાબદાર ઠેરવતા નથી પણ રિશિને દોષિત ઠેરવે છે. તેઓ માને છે કે, તે મહિનાઓથી તેનું કાવતરું ઘડી રહ્યા હતો.  જોકે, જોન્સનના એક સમર્થકે આ દાવાને ફગાવ્યો છે. પરંતુ તેમણે સ્વીકાર્યું કે, જોન્સન સુનકના વિશ્વાસઘાતથી નારાજ છે. તે જ સમયે, સુનકના કેમ્પે સૂચનોને અવગણવાનો પ્રયાસ કર્યો કે તેમને ટોરી સાંસદો સિવાય મજબૂત સમર્થન નથી. સુનકના સમર્થક ટોરી એમપી રિચર્ડ હોલ્ડને કહ્યું હતું કે, ‘આશા છે કે અમે આગળ વધીશું’.