(Photo by STR/AFP via Getty Images)
‘ભાભીજી ઘર પર હૈ’ શોથી લોકપ્રિય બનેલી સૌમ્યા ટંડન ભારતીય ટીવીને નબળું દર્શાવવાના ચલણથી ખૂબ નારાજ છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે ભારતની ટીવી સીરિયલોને ઉતારી પાડવાની જાણે કે ફેશન થઈ ગઈ છે. લોકો વારંવાર ટીવી પર આવતી સીરિયલોની સરખામણી ઓટીટી સાથે કરે છે.
પરંતુ મને એ નથી સમજાતું કે સફરજનની સરખામણી સંતરા સાથે શી રીતે કરાય. સફરજનની તુલના બીજા એપલ સાથે જ કરી શકાય. આ બંને માધ્યમ તદ્દન અલગ છે. ટીવી પર તમને એક મહિનામાં 24 એપિસોડનું શૂટિંગ કરવાનું હોય તેથી તમારે દરરોજ કામ કરવું પડે અને સતત કામ કરવું સહેલું નથી. જ્યારે ઓટીટી પર આવતી છથી આઠ એપિસોડની સીરિઝ માટે જે તે નિર્માતા-દિગ્દર્શકને બે વર્ષ જેટલો સમય મળે છે. જેથી આ બંને માધ્યમોની સરખામણી કરવી અયોગ્ય છે.
ભારતમાં  ઓટીટી હજુ અવિકસિત સ્થિતિમાં છે. આ માધ્યમને હજુ વિવિધ પ્રકારની સીરિઝ રજૂ કરવાની જરૂર છે. ખાસ તો કોમેડી શોઝની જરૂર છે. મને ઓટીટી પર સારી કૉમેડી સીરિઝની અછત જણાય છે.  હકીકતમાં હું ટીવી પડદેથી મારી અભિનય યાત્રા શરૂ કરવા નહોતી ઇચ્છતી. પરંતુ અહીં મને નાણાકીય સલામતી મળી હતી. આ કારણે જ મેં વર્ષ 2006માં ‘ઐસા દેશ હૈ મેરા’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી મેં 14 શોનું સંચાલન કર્યું હતું. મને ‘જબ વી મેટ’ ફિલ્મમાં કામ કરવાની પણ બહુ મજા આવી હતી. આમ છતાં એટલું ચોક્કસ કહીશ કે મને ખરી ઓળખ ‘ભાભીજી ઘર પર હૈ’ દ્વારા મળી હતી.

LEAVE A REPLY

2 × three =