યુરોપિયન યુનિયન સંસદમાં મતદાનની રવિવારની મુદત ચૂકી ગયા પછી યુકેના મુખ્ય વાટાઘાટકાર ડેવિડ ફ્રોસ્ટ અને તેમના ઈયુના સમકક્ષ મિશેલ બાર્નીયરે સોમવારે વાટાઘાટો ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે. બ્રેક્ઝિટ ટ્રેડ ડીલની વાટાઘાટો કરનારા બન્ને પક્ષના અગ્રણીઓ રવિવારે માછીમારીના અધિકાર અંગેના સમાધાન સુઘી ગયા હતા. યુરોપિયન સંસદની સૂચના હતી કે જો રવિવાર તા. 20ની મધ્યરાત્રિ સુધીમાં ડીલ સુરક્ષિત નહીં થાય તો તેના પર ઇયુ પાર્લામેન્ટમાં મતદાન કરવામાં આવશે નહીં.

યુકે સરકારના એક સ્ત્રોતે કહ્યું હતું કે “બન્ને ટીમો દિવસભર વાટાઘાટો કરતી રહી છે અને આવતી કાલે પણ ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે. વાતો મુશ્કેલ રહે છે અને નોંધપાત્ર તફાવતો રહે છે. અમે ડીલ માટેના દરેક રૂટની શોધખોળ ચાલુ રાખીએ છીએ જે મૂળભૂત સિદ્ધાંતો સાથે સુસંગત છે.”

ફ્રોસ્ટ રવિવારે બપોરે બાર્નીયરને મત્સ્યઉદ્યોગ અંગેની યુરોપિયન યુનિયનની તાજેતરની દરખાસ્તો અંગે ચર્ચા કરવા મળ્યા હતા જે અંગેના યુકેની તરફના અનેક પ્રશ્નોના જવાબ સોમવારે આપવાની સાથે પ્રગતિની થોડી આશા વધી છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે ‘’યુરોપિયન યુનિયન દ્વારા મત્સ્યોદ્યોગ અંગે “કેટલીક ગેરવાજબી માંગણીઓ” મૂકવામાં આવ્યા બાદ તાજેતરના દિવસોમાં વાટાઘાટો પાટા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ હું હજુ પણ ક્રિસમસ પહેલા, કરાર માટે આશાવાદી છું. મને ખાતરી છે કે સોદો થઈ શકે છે, પરંતુ દેખીતી રીતે તેની EU બાજુ હિલચાલની જરૂર છે.’’

યુરોપિયન સંસદની અંતિમ સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળતાનો અર્થ એ છે કે જૂથની રાજધાનીનું પ્રતિનિધિત્વ કરતી ઇયુ કાઉન્સિલના પ્રધાનોએ સંસદમાં મતદાન ન થાય તો 1 જાન્યુઆરીના રોજ સોદો “કાયદેસર રીતે લાગુ કરવો” પડશે. જો વાટાઘાટો ડિસેમ્બરમાં વધુ ઘેરી બને તો તેવા સંજોગોમાં  યુરોપિયન યુનિયનના રાજધાનીઓ દ્વારા સંમત ટેક્સ્ટનું ભાષાંતર અને સંશોધન કરવાનો સમય ન હોવાથી યુકે બ્રસેલ્સ સાથે નવા વેપાર અને સુરક્ષા વ્યવસ્થા વિના ટ્રાન્ઝીશન પિરીયડમાંથી બહાર નીકળી જશે. ડીલ અમલમાં આવે તે પહેલાં આ અંતર ઘટાડવા માટે આકસ્મિક પગલાઓ માટે સંમત થવું પડશે.

બાર્નિયરે ટ્વીટ કર્યું હતું કે “વાટાઘાટો માટેની આ નિર્ણાયક ક્ષણમાં, અમે ડેવિડ ફ્રોસ્ટ અને તેમની ટીમ સાથે સખત મહેનત કરવાનું ચાલુ રાખનાર છે. ઇયુ વાજબી, પારસ્પરિક અને સંતુલિત કરાર માટે પ્રતિબદ્ધ છે. અમે યુકેની સાર્વભૌમત્વનો આદર કરીએ છીએ. અને અમે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ. ઇયુ અને યુકે બંનેને તેમના પોતાના કાયદા નક્કી કરવાનો અને પોતાના જળ નિયંત્રણ કરવાનો અધિકાર હોવો જ જોઇએ. જ્યારે આપણા હિતો જોખમમાં હોય ત્યારે આપણે બંનેએ કાર્ય કરવા સક્ષમ થવું જોઈએ.”

ફ્રાન્સના યુરોપિયન બાબતોના પ્રધાન, ક્લેમેન્ટ બ્યુએને જણાવ્યું હતું કે તેઓ માને છે કે યુકે સાથેનો સોદો કરવા યોગ્ય છે. અમે પોતાને થોડા વધુ દિવસો આપ્યા છે કારણ કે અમને લાગે છે કે કરાર હજી શક્ય છે. તે મુશ્કેલ છે, ખાતરી નથી, પણ પ્રયત્ન કરવા યોગ્ય છે.”