પ્રતિકાત્મક તસ્વીર

ગુજરાત સહિત ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિટન સરકારે ચાર્ટર ફ્લાઇટ્સ ની વ્યવસ્થા કરી પોતાના નાગરિકોને પાછા આવી જવા આ અસાધારણ વ્યવસ્થા ગોઠવી છે. બ્રિટીશ સરકારની સત્તાવાર વેબસાઈટ પર આ બ્રોડકાસ્ટ મુકવામાં આવ્યું છે અને તેના ઉપર બ્રિટીશ નાગરીકોને રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે.

હાલ ભારતભરમાં તમામ પ્રકારની કમર્શિયલ ફ્લાઈટસ બંધ છે. આંતરરાષ્ટ્રીય ઉડાન પણ થંભાવી દેવામાં આવી છે. તેવામાં બ્રિટીશ સરકારે આ અંગે ભારતીય ઓથોરિટી સાથે પરામર્શ કરી ફ્લાઈટના ટેક ઓફ અને લેન્ડીંગ તથા એરપોર્ટ ખાતે જરૂરી ઇમિગ્રેશન વ્યવસ્થાની રજૂઆત પણ કરી છે.

ભારતમાં ફસાયેલા 3000 બ્રિટિશ નાગરિકોને ત્રણ તબક્કામાં મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રથમ ફ્લાઇટ 13 એપ્રિલે અમદાવાદથી ઉપડશે. બીજી ફ્લાઇટ 15 એપ્રિલે અમદાવાદથી લંડન જશે અને ત્રીજી ફ્લાઇટ 17 એપ્રિલે હૈદરાબાદથી વાયા અમદાવાદથી લંડન પહોંચશે. બ્રિટન સરકાર દ્વારા ભારતમાં ફસાયેલા પોતાના નાગરિકો માટે દેશના અલગ-અલગ મોટા શહેરોમાં 12 ફ્લાઇટની વ્યવસ્થા કરી છે.