બ્રિટનમાંથી આવતા લોકો માટે ફ્રાન્સે ફરજિયાત ક્વોરેન્ટાઇન પિરિયડની બુધવારે જાહેરાત કરી હતી. બ્રિટનમાં કોરોનાના ભારતીય વેરિયન્ટની સંખ્યામાં વધારાને કારણે જર્મની અને ઓસ્ટ્રિયા પછી ફ્રાન્સ સરકારે પણ આવો નિર્ણય કર્યો છે.

ઓસ્ટ્રિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તે બ્રિટનમાંથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ અને ટુરિસ્ટ પર પ્રતિબંધ મૂકશે. જર્મનીએ શુક્રવારે જણાવ્યું હતું કે બ્રિટનમાં પ્રવેશતા લોકોને આગમનના સમયે બે સપ્તાહ માટે ક્વોરેન્ટાઇન કરાશે.
ફ્રાન્સ સરકારના પ્રવકતા ગેબ્રિયલ અટ્ટલે જણાવ્યું હતું કે ફ્રાન્સ બ્રિટનથી આવતા લોકો માટે ફરજિયાત આઇસોલેશન માટે સેન્ટર ઊભું કરશે.

ફ્રાન્સના યુરોપિયન બાબતોના જુનિયર પ્રધાન ક્લેમેન્ટ બ્યૂનીએ જણાવ્યું હતું કે આ આઇસોલેશન સાત દિવસનું હશે. મુસાકાતીઓએ ડિપાર્ચરના 48 કલાક અંદર કરાયેલો કોરોના ટેસ્ટ રિપોર્ટ પણ રજૂ કરવો પડશે. આ નિયમો સોમવારથી અમલી બનવાની ધારણા છે.

બ્રિટનમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થઈ રહ્યો છે, પરંતુ ઝડપી રસીકરણને કારણે કેસોની સંખ્યા હજુ નીચી છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા ગયા સપ્તાહે સપ્ટેમ્બર પછીની સૌથી ઓછી હતી.
કોરોના મહામારી પહેલા બ્રિટનના આશરે 13 મિલિયન લોકો દર વર્ષે ફ્રાન્સની મુલાકાત લેતા હતા. ફ્રાન્સના નિર્ણયથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ફટકો પડશે.