UK overtakes India to become world's sixth largest stock market
REUTERS/Hemanshi Kamani/File Photo

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) ખાતે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા 16 માર્ચ 2022ના રોજ 100 મિલિયન (૧૦ કરોડ)ના આંકને કુદાવી ગઇ છે. છેલ્લા ૯૧ દિવસમાં એક કરોડ નવા રોકાણકારો ઉમેરાયા છે. આશરે 147 વર્ષનો ઇતિહાસ ધરાવતા ભારતના આ સૌથી જુના શેરબજારમાં રોકાણકારોની સંખ્યાના સંદર્ભમાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રના રોકાણકારોની સંખ્યા ૨.૦૬ કરોડ રોકાણકારો છે જે કુલ સંખ્યાના લગભગ ૨૧ ટકા છે. ગુજરાત ૧.૦૧ કરોડ કે ૧૧ ટકા રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ સાથે બીજા ક્રમે છે.

નવા રોકાણકારોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિનું એક કારણ એલઆઇસીનો આઇપીઓ પણ હોવાનું મનાય છે. આ મેગા આઇપીઓમાં તેના વીમા પોલિસીધારકોને ૧૦ ટકા જેટલુ ડિસ્કાઉન્ટ મળવાની અટકળો વચ્ચે મોટી સંખ્યામાં એલઆઇસી પોલિસીધારકોએ ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યા છે.

બીએસઇની આંકડા મુજબ ૧૫ ડિસેમ્બર તેના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની કુલ સંખ્યા ૯ કરોડ હતી જે ૧૬ માર્ચના રોજ ૧૦ કરોડને વટાવી ગઇ છે. દેશમાં મણિપુરમધ્યપ્રદેશલક્ષ્યદ્વીપઓરિસ્સાઅસમ અને અરુણાંચલ પ્રદેશમાં સૌથી વધુ નવા રોકાણકારો ઉમેરાયા છે. આ રાજ્યોમાં રોકાણકારોની સંખ્યામાં ૧૦૦થી ૩૦૦ ટકાનો વધારો થયો છે. જેમાં અસમમાં રોકાણકારોની સંખ્યા વાર્ષિક તુલનાએ ૨૮૬ ટકા વધી છે જ્યારે સમગ્ર દેશમાં ૫૮ ટકાની વૃદ્ધિ થઇ છે. મધ્યપ્રદેશમાં રોકાણકારોની સંખ્યા એક વર્ષમાં ૧૦૯ ટકાછત્તીસગઢમાં ૭૭ ટકાબિહારમાં ૧૧૬ ટકારાજસ્થાનમાં ૮૪.૮% અને ઉત્તરપ્રદેશમાં ૮૪% રોકાણકારો વધ્યા છે.