યુકેમાં અધિકૃત આંકડા મુજબ, ગત 13 વર્ષમાં સમય અગાઉ નિવૃત્તિ લેનારા ડોક્ટર્સની સંખ્યા ત્રણ ગણી થઇ ગઇ છે. આ કારણ માટે મેડિકલ ક્ષેત્રના અગ્રણીઓ પેન્શન ટેક્સમાં ફેરફાર અને થકાવટને જવાબદાર માને છે.
વર્ષ 2007-2008માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 401 જીપી અને હોસ્પિટલ ડોકટર્સ હતા, તેમણે વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી અથવા તેમના આરોગ્યના કારણે નિવૃત્ત થઇ ગયા હતા.
માહિતીના સ્વતંત્ર કાયદાઓ હેઠળ એનએચએસ બિઝનેસ સર્વિસીઝ ઓથોરિટી દ્વારા બીએમજેને આપવામાં આવ્યા આંકડા અનુસાર વર્ષ 2020-21માં આ સંખ્યા કુલ 1358 હતી.
ઉંમરના આધારે સેવા નિવૃત્ત થનારા ડોક્ટર્સની સંખ્યા 2030થી ઘટીને 1594 થઇ ગઇ છે, જ્યારે નિવૃત્તિના સમયે સરેરાશ ઉંમર 61થી ઘટીને 59 થઇ ગઇ છે.
બ્રિટિશ મેડિકલ એસોસિએસને કહ્યું હતું કે, તેના ઘણા સભ્યોએ કોરોના મહામારી દરમિયાન વાર્ષિક રજા રદ કરી હતી અને સારવારની જરૂરીયાતવાળા અન્ય દર્દીઓની સંખ્યા સામે તેમને આરામ કરવાની કોઇ તક મળી નહીં હોવાનું જણાવ્યું હતું. પેન્શન ટેક્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાથી તે નિવૃત્તિ લેવાનું મોટું કારણ બન્યું હતું.
બીએમએ પેન્શન કમિટીના ચેરમેન વિશાલ શર્માએ જણાવ્યું હતું કે, પેન્શન ટેક્સ સીસ્ટમ ‘શિક્ષાત્મક’ હતી અને ‘વહેલા નિવૃત્તિ અંગે વિચારણા કરવા સિવાય સીનિયર ડોકટર્સ પાસે બહુ વિકલ્પ નહોતા’.
સરકારે આવતા પાંચ વર્ષ માટે પેન્શન ટેક્સ માટેના આજીવન ભથ્થાને 1.07 મિલિયન પાઉન્ડ પર સ્થિર કર્યું છે. વધુ આવકવાળા ઘણા ડોકટર્સને સ્થિરતાથી અસર થશે, અને તેમના પેન્શન પર ચૂકવવાના ટેક્સની રકમમાં વધારો થશે. જ્યારે ખાનગી ક્ષેત્રના ઘણા કામદારો વધુ પડતા ચાર્જને ટાળવા માટે તેમના પેન્શન પેમેન્ટમાં ફેરફાર કરી શકે છે, જ્યારે એનએચએસ આવી ઓછી અનુકૂળતા આપે છે.